________________
૧૪૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ઉમળકો આવે, તે સંસારના સુખની બીજી કોઇ પણ વાતમાં આવે નહિ ને ? સંસારના સુખ ઉપર પણ રાગ ખરો, પણ તે રાગ તથા તેના યોગે જન્મેલો દ્વેષ તજવા લાયક જ એમ લાગે છે ને ? અને, આત્માને શ્રી વીતરાગ બનાવનારા મોક્ષના ઉપાય ઉપર પણ રાગ ખરો, પણ એ જ રાગ પોષવા જેવો છે અને એ રાગમાંથી જન્મેલો પાપનો દ્વેષ પણ પોષવા જેવો છે, એમેય લાગે છે ને ? આ વાતને વિચારીને, એ સંબંધી નિર્ણય કરવા જેવો છે. કેટલાક જીવો તો એવા હોય છે કે-અહીં સાંભળતે સાંભળતે પણ વિચારે કે- “એ. તો મહારાજ કહ્યા કરે; બાકી ઇન્દ્રિયોના વિષયોની અને ક્રોધાદિ વિષયોની અનુકૂળતા વિનાસુખ સંભવે જ નહિ.”
મોક્ષ પ્રત્યેના દ્વેષનો આ પણ એક નમુનો છે. તમે મોક્ષના દ્વેષી તો નહિ પણ રાગી જ છો, એમ માની લઉં ને ? મોક્ષના રાગને સફળ કરવાને માટે, જીવે, સમ્યકત્વને પામવાનો પુરુષાર્થ અવશ્ય કરવો જોઇએ; અને જે ભાગ્યશાલિઓ સમ્યગ્દર્શન ગુણને પામ્યા હોય, તેમણે સમ્યકત્વને દિન-પ્રતિદિન વિશેષ ને વિશેષ નિર્મળ બનાવ્યા કરવાનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ.
સયન ગણનો પ્રભાવ
-
-
અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં સમ્યકત્વની કિંમત એટલી મોટી આંકવામાં આવી છે કે-એના. વિના જ્ઞાન પણ સઓજ્ઞાન રૂપ બનતું નથી, એના વિના ચારિત્ર પણ સમ્યફ ચારિત્ર રૂપ બનતું નથી અને એના વિના તપ પણ સમ્યફ તપ તરીકે ઓળખવાને અગર ઓળખાવાને લાયક બનતો નથી. જ્ઞાન ધર્મશાસ્ત્રોનું હોય; તો પણ, એ જ્ઞાનને ધરનારો આત્મા જો સમ્યકત્વને પામેલો ન હોય, તો એ આત્માનું એ શાસ્ત્રજ્ઞાન પણ સભ્યજ્ઞાન રૂપે એ આત્માને પરિણમતું નથી; અને એથી, એ આત્માનું એ જે શાસ્ત્રજ્ઞાન, તે પણ અજ્ઞાન અથવા