________________
ઉપર
ચોદ ગુણસ્થાન ભાગ-૨ ક્ષયદો તો એ થાય છે કે-શું સારું છે અને શું ખરાબ છે, એનો નિર્ણય એ આત્મા કરી શકે છે. જ્ઞાનિઓ જેને જેને ખરાબ અને તજવા યોગ્ય કહેતા હોય, તે એને પણ ખરાબ અને તજવા યોગ્ય જ લાગે તેમજ જ્ઞાનિઓ જેને જેને સારું અને સ્વીકારવા યોગ્ય કહેતા હોય તે એને પણ સારું અને સ્વીકારવા યોગ્ય જ લાગે. એવી દ્રષ્ટિ અને એવી રૂચિ જીવમાં સમ્યગ્દર્શન ગુણના યોગે. પ્રગટે છે. આ દ્રષ્ટિ અને આ રૂચિનો તો બહુ મોટો ગુણ છે. વર્તનની ખરાબીનો સંભવ સાતમા ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં સુધી ગણાયઃ
આપણે જે કાંઇ કરતા હોઇએ, તેમાં ખરેખર સારું શું છે અને ખરેખર ખરાબ શું છે, એની આપણને ખબર પડે ? જે કાંઇ સારૂં આપણને લાગતું હોય, તે કરવાનું આપણને બહુ મન ? સારું ન કરી શકાય તોય સારું જ કરવાનો તલસાટ ઘણો ? અને, ખરાબ જે કાંઇ લાગે તેનાથી આઘા રહેવાનું મન પણ ઘણું ? આપણે જે કાંઇ ખરાબ કરવું પડે, તેને માટે આપણને એમ જ લાગે કે આપણે ખરાબ જ કરીએ છીએ ? “હું આ ખરાબ કરું એ ખોટું કરૂં છું; આ જે હું કરું છું તે સારું નથી.” -એવું જ લાગ્યા કરે અને “હોય એ તો; ચાલે એ તો.” –એવો કોઇ ભાવ આત્મામાં પ્રગટે નહિ, એવા આત્મા કેટલા મળે ? વર્તમાનમાંની ખરાબી છઠ્ઠ ગુણસ્થાનકે જીવ પહોંચે ત્યારે જ ન હોય ને ? આગળ વધીને કહીએ તો, જીવ જ્યારે સાતમે ગુણસ્થાનકે વર્તતો હોય, ત્યારે જ તેના વર્તનમાં ખરાબીનો અભાવ છે એમ કહી શકાય ને ? કેમ કે-સાતમે ગુણસ્થાનકે પ્રમાદ હોતો નથી. તે પહેલાં ખરાબીનો સંભવ ખરો ? છઠે ગુણસ્થાનકે રહેલો આત્મા પ્રમાદ સેવે, એવુંય બને ને ? પણ, છછું ગુણસ્થાનકે રહેલો આત્મા જે પ્રમાદ સેવે, તેને એ સારો માને ? એ પ્રમાદને એ સેવવા જેવો