________________
૧પ૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ને ? શાસ્ત્રમાં તો એનો મેળ બેસાડેલો જ છે, પણ તમારે સમજવાને માટે આ બેય વાતનો મેળ તમારે તમારા મનમાં પણ બેસાડવો પડશે ને ? શાસ્ત્ર એટલું જ કહીને અટક્યું નથી કે- “સખ્યદ્રષ્ટિ જીવને માટે નરક-તિર્યંચગતિનાં દ્વાર બંધ.” પણ શાસ્ત્ર આગળ વધીને એમેય કહ્યું છે કે- “સખ્યદ્રષ્ટિ જીવને દેવતાઇ સુખો, માનુષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન !” તો આ વાત તમે તમારી બુદ્ધિમાં ક્યી રીતિએ બંધબેસતી કરો છો ? માત્ર સાધુઓ માટે ક્યું નથી
તમે એવું તો માનતા નથી ને કે-આ વાત સાધુઓને જ ઉદેશીને લખાઇ છે ? સાધુપણું પામેલાને માટે જ આ વાત ઘટે, એવું કાંઇ તમે સમજ્યા નથી ને ? અહીં તો “સમ્પમ્પિ ૩ ભ' એમ લખ્યું છે, એટલે કે “સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે.” -એમ લખ્યું છે. જો તમે એમ માનતા હો કે-સાધુપણાને જ સાર રૂપ માનનારા જીવોને માટે આ લખ્યું છે, તો એ સમજ કાંઇ ખોટી નથી, કારણ કે-જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવને “જીવે જીવવા જેવું એક ભગવાનનું કહેલું સાધુપણું જ છે.” -એમ લાગ્યા વિના રહેતું નથી. સમ્યગ્દર્શન ગુણનો સૂચક એવો આત્માનો જે ક્ષયોપશમ, એ ક્ષયોપશમ જ કહે તો એમ જ કહે કે- “જીવે જીવવા લાયક તો સર્વથા પાપરહિત એવું એક સાધુ જીવન જ છે.' આવો ભાવ એ જીવમાં પ્રગટ્યો હોય છે અને એથી એ જીવ “જે જીવનમાં જેટલું પાપ, તેટલું તે જીવન ખરાબ.” -એવું માને છે. એટલે, એ પોતાના પાપયુક્ત જીવનને પણ ખરાબ જીવન જ માને છે અને એવા જીવનથી છૂટવાનું અને પાપરહિત એવા સાધુજીવનને પામવાનું એને મન હોય છે. સમ્યગ્દર્શન પામવા માત્રથી વિરતિ પમાય નહિ
તમે સમજી ગયા ને કે-સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓ