________________
૧૫૪
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ કરવો, એમ પાંચેય ઇન્દ્રિયના પાંચેય વિષય રાગથી સેવવા એય ભૂંડું છે અને એમાં જે અણગમતા લાગે એનો દ્વેષ કરવો એય ભૂંડું છે, આવું દુનિયામાં બધા જ સમજે છે ? ને, બધા જ એવું માને છે ? સારાને જ સારૂં અને ખરાબને ખરાબ જ માનવાનો ગુણ, એ પણ એક મોટો ગુણ છે, એ સમજવાની જરૂર છે. એ વાત જેઓને નહિ સમજાઇ હોય, તેઓને શાસ્ત્ર જે કહે છે કે“સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયે છતે એ જીવને માટે નરક-તિર્યંચ એ બે દુર્ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે; અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે.” -એ વાત સમજાશે નહિ. ભોગ અને પરિગ્રહ જોઇએ તેને હિંસાદિ વિના ચાલે ?
તમારે સમજવું જોઇએ કે-જીવ સંસારમાં બેઠેલો કદાચ ભયંકર અવિરતિને સેવનારો પણ હોય, ષકાયની હિંસા જેમાં રહેલી છે એવી પ્રવૃત્તિ કરનારો પણ હોય, અવસરે અસત્ય બોલનારો પણ કદાચ હોય, ચોરીનોય ત્યાગ નહિ ને મૈથુનનોય ત્યાગ નહિ એવો પણ હોય અને પરિગ્રહ પણ રાખતો હોય, મેળવતો હોય, સંઘરતો હોય, સાચવતો હોય તો પણ, એવોય જીવ જો સમ્યગ્દર્શન ગુણને પામેલો હોય, તો એને માટે શાસ્ત્ર કહે છે કે “નરન્નાં ને તિર્યંચના દ્વાર બંધ અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને માટે સ્વાધીન !” તો, શાસ્ત્ર આવું જે કહે છે, તે કયા હેતુથી કહે છે ? પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ભોગ વિના સંસારી જીવોને ચાલવાનું છે ? એ જેને જોઇએ, તેને પરિગ્રહ વિના પણ ચાલે ? અને, પરિગ્રહ જેને જોઇએ, તેને હિંસાદિ વિના ચાલવાનું છે ? કદાચ સારો જીવ અસત્ય અને ચોરીનો આશ્રય ન લે, પણ પરિગ્રહ જેને જોઇએ તે બધા એવા જ હોય કે ગમે તેમ થાય તો પણ તે અસત્ય અને ચોરીનો આશ્રય