________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૧૫૫ તો ન જ લે ? તમે બધા અસત્યથી અને ચોરીથી સર્વથા બચી ગયેલા છો ? તમને ખ્યાલ હોય કે-આમ બોલવું એ અસત્ય છે અને આ રીતિએ અમુક લેવું એ ચોરી છે, તો તમે પ્રાણ જાય તેવું હોય તો પણ તમે અસત્ય બોલો નહિ અગર ચોરી કરો નહિ, એવો વિશ્વાસ તમે સાચે જ આપી શકો તેમ છો ? વિષયોના ભોગનો જેને ખપ પડ્યો અને પરિગ્રહનો જેને ખપ પડ્યો, એટલે એ હિંસામાં પ્રવર્તે, કદાચ અસત્યમાં પણ પ્રવર્તે, કદાચ ચોરીમાં પણ પ્રવર્તે, તો એ કોઇ અસંભવિત વસ્તુ તો નથી ને ? ભોગનો ખપ પડે ને પરિગ્રહનો ખપ પડે, એ કેટલી બધી ભૂંડી વસ્તુ છે, એ તમે સમજો છો ને ? છતાં તમે ભોગને અને પરિગ્રહને ભૂંડા માનો છો ? આત્માનું એ અહિત જ કરનારા છે, એમ માનો છો ? મેળ તો બેસાડવો પડશે ને ?
જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો છે, એવા પણ અવિરતિ જીવોને અને દેશવિરતિ જીવોને ભોગનો અને પરિગ્રહનો ખપ પડે કે નહિ ? એ ભોગ ભોગવે કે નહિ ? અને, એ પરિગ્રહ રાખે કે નહિ ? એ કારણે, એ હિંસાદિક પાપસ્થાનોને પણ સેવે કે નહિ ? છતાં પણ, શાસ્ત્ર એમ કેમ લખે છે કે-જે જીવને સમ્યકત્વ પ્રાપ્ત થયું છે, તે જીવને માટે નરક-તિર્યંચમાં દ્વાર બંધ થઇ જાય છે ? હિંસાનું ઉત્કટ ળ કયું નરક ! અસત્યનું ઉત્કટ ફળ કયું ? નરક ! ચોરીનું ઉટ ળ ક્યું ? નરક ! વિષયભોગનું ઉત્કટ ફળ કયું ? નરક ! અને, પરિગ્રહનું પણ ઉત્કટ ળ કયું ? નરક ! હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનું ઉત્કટ ળ એટલે અન્તિમ ફળ નરક અને મધ્યમ ળ તિર્યચપણું-આવું પણ શાસ્ત્ર કહે છે; અને, “જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામ્યો હોય તે જીવને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઇ જાય છે.” –આવું પણ શાસ્ત્ર કહે છે; તો, એનો મેળ તો બેસાડવો પડશે.