________________
ચોદ ગુણસ્થાનક ભાગ-૨
૧૫૩ માને ? નહિ જ ને ? હવે પાંચમે ગુણસ્થાનકે રહેલો સંસારને તજેલો હોય ? કે, પાંચમે ગુણસ્થાનકે રહેલો જીવ સંસારમાં હોય. ? સંસારમાં એ રહેલો હોય અને સંસારને એ સેવતો પણ હોય, તેમ છતાં પણ સંસારમાં રહેવું એને અને સંસારને સેવવો એને એ સારૂ માનતો હોય ? સંસારમાં રહેવું એય ખરાબ છે અને સંસારને સેવવો એય ખરાબ છે, એમ જ એ માનતો હોય ને ? એથી જ, એણે જેટલી વિરતિ સ્વીકારી હોય એનો એને આનન્દ હોય ને ? અને, સ્વીકારેલી વિરતિના અભ્યાસથી પરિપૂર્ણપણે વિરતિ પામવાનું એનું મન હોય ને ? ત્યારે, ચોથે ગુણસ્થાનકે રહેલો જીવ કેવો હોય ? થોડી પણવિરતિ તરીકે વિરતિ કરનારો એ ન હોય ને ? ચોથા ગુણસ્થાનકે રહેલા જીવને બધી જ અપરિતિ બેઠેલી હોય, એમ કહેવાય ને ? એ જીવ અવિરતિને સેવતો હોય, પણ “હું અવિરતિ એવું છું એ સારું નથી.” -એમ એ જીવા માનતો હોય ને ? આવી રીતિએ, પોતે જે કાંઇ પણ પ્રમાદ સેવતા હોય, પોતે જે કાંઇ પણ અવિરતિ સેવતા હોય, તેને ખરાબા માનનારા જીવ આ સંસારમાં કેટલા ? આ સંસારમાં એવા જીવેય થોડાક જ હોય ને ? સારાને સારું અને ખરાબને ખરાબ જ માને ઃ
જે કાંઇ સારૂં તેને જ સારા તરીકે માનવું અને જે કાંઇ ખરાબ તેને ખરાબ જ માનવું, એ કાંઇ સહેલું નથી. પહેલાં તો, સારૂં શું અને ખરાબ શું-એ સમજાવું મુશ્કેલ; અને, એ સમજાય તે છતાં પણ એ રૂચવું મુશ્કેલ ! સારાને જ સારૂં માને અને ખરાબને ખરાબ જ માને, એવા જીવો આ સંસારમાં થોડા હોય છે. ચક્ષુથી કોઇ પણ પ્રકારના રૂપને રાગથી જોવું અગર ચક્ષુથી અણગમતું રૂપ દેખાય તો દ્વેષ પેદા થવો, કાનથી શબ્દ મનગમતો હોય તો રાગથી સાંભળવો અને અણગમતો હોય તો એ સાંભળીને બ્રેશ