________________
૧૫૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આત્મા અનાદિકાળથી કેવો છે, આત્માનો જડ સાથેનો સંબંધ કેવો છે, આત્મા શાથી બદ્ધ છે અને આત્મા શાથી મુક્ત બની શકે, એ વગેરેનું શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં પરસ્પર વિરૂદ્ધભાવ આવવા પામે નહિ એ પ્રકારે વર્ણન કરાયેલું છે. સમ્યગ્દર્શન ગુણ આવ્યો એટલે દુર્ગતિનાં દ્વાર બંધ અને સુખો સ્વાધીન :
જેવા આપણે આત્મા છીએ, તેવા અનન્તાનન્ત આત્માઓ આ વિશ્વમાં અનાદિકાળથી વિધમાન છે અને અનન્તાનન્ત કાળેય અનન્તાનન્ત આત્માઓ આ જગતમાં વિદ્યમાન રહેવાના છે. આપણું અસ્તિત્વ, એટલે કે આત્મા માત્રનું અસ્તિત્વ કદી પણ સર્વથા મીટી જવાનું નથી, પણ આપણને આપણો આત્મા આ રીતિએ ભટકતો ભટકતો જીવે એ પસંદ નથી. આત્મા જીવવાનો તો છે જ, સદા જીવવાનો છે, પણ આત્મા ભટક્યા કરે અને જીવે, એ આપણને ગમતી વાત નહિ ને ? એટલે, આપણે સંસારથી છૂટવાનો અને મોક્ષને પામવાનો પુરુષાર્થ આદર્યો છે, એમ પણ ખરૂં ને ? જેમણે એ પુરુષાર્થ આદર્યું નથી, તેમને પણ હવે એપુરુષાર્થ આદરવાનું મન છે, એમ ખરૂં ને ? આપણે સંસારથી છૂટવું છે અને મોક્ષ પામવો છે-એ આપણું લક્ષ્ય છે અને એ માટે આપણે જે પુરુષાર્થ આચરવો પડે તેમ છે, તેમાં સમ્યક્ત્વ ગુણની પહેલી આવશ્યક્તા છે. સમ્યક્ત્વ ગુણ પ્રગટ્યા વિના, કોઇ પણ આત્માની કોઇ પણ કાળે મુક્તિ થાય નહિ; અને, સમ્યક્ત્વ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને, તિર્યંચગતિનાં દ્વાર બંધ થઇ જાય છે; એટલું જ નહિ, પણ દેવતાઇ સુખો પણ એને સ્વાધીન બને છે, માનુષિક સુખો પણ એને સ્વાધીન બને છે અને મુક્તિસુખ પણ એને સ્વાધીન બને છે. જે ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ પણ થાય,
એવા જીવ