________________
૧૪૮
ચોદ ગુણસ્થાના ભાગ-૨ -એવું એના દિલમાં ઉગ્યા વિના રહે ખરું ? હવે એવું જે જીવના મનમાં ઉગ્યું, તે જીવ સમ્યકત્વ ગુણની મહત્તાને વર્ણવનારા શાસ્ત્રનું અથવા તો એ સમ્યક્ત્વને પામવાના ઉપાયોને પ્રરૂપનાર જ્ઞાની ભગવન્તોએ કહેલાં શાસ્ત્રોનું જ્ઞાન સંપાદન કરવાનો પુરુષાથી આદરે ને ? કેમ કે-એને સમ્યક્ત્વ પામવું છે; એટલે, એ સમ્યક્ત્વને પામવાના શાસ્ત્ર જે જે ઉપાય બતાવ્યા છે, તે એને જાણવા છે; અને, એ ઉપાયોને જાણીને એ ઉપાય એને આચરવા છે. આવા પ્રકારની મનોવૃત્તિથી એ જીવ જે જ્ઞાન મેળવે, તે જ્ઞાન એ જીવને સમ્યફ રૂપે પરિણમવા માંડે ને ? એ જ રીતિએ, સભ્યત્વ ગુણને પામવાની ભાવનાથી એ જીવ જો ચારિત્રનું પાલન કરવા માંડે અથવા તો અનશનાદિ તપનું આસેવન કરવા માંડે, તો એ ચારિત્ર અને એ તપ પણ એ જીવને ક્રમશઃ સમ્યફ કોટિનું ફ્લા આપનાર બને ને ? આપણે જે “સમ્યકત્વને પામવાની ઇચ્છાવાળા જીવને પણ લાભ થાય છે.” -એમ કહીએ છીએ, તે આ અપેક્ષાએ કહીએ છીએ. જ્યારે ને ત્યારે જે જીવ સમ્યકત્વ પામવાનો, તે જીવ સમ્યકત્વ પામતાં પૂર્વે મિથ્યાદ્રષ્ટિ જ હોવાનો ને ? મિથ્યાદ્રષ્ટિ એવો પણ એ જીવ, પોતાને સમ્યકત્વ પમાડે એવા પરિણામનો સ્વામી બન્યા વિના તો સખ્યત્વ પામવાનો નહિ જ ને ? એટલે, ઉપદેશાદિના શ્રવણથી અગર તો સ્વાભાવિક રીતિએ પણ જીવ સખ્યત્વની સન્મુખ દશા જોગ ક્ષયોપશમને પામેતો જ એ જીવા ક્રમે કરીને સખ્યત્વને પામી શકે. એ જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ છે, પણ એ જીવનું મિથ્યાત મંદ પડી ગયેલું છે. એટલો એને ક્ષયોપશમ થયેલો છે. એટલે, એને જે કાંઇ ગુણ થાય છે, તે એ ક્ષયોપશમના બળે થાય છે. એવા જીવને, મિથ્યાદ્રષ્ટિ કહેવાને બદલે, સમ્યકત્વની સન્મુખ બનેલો જીવ કહેવો એ વધારે સારું છે. જો આમ ન હોય, તો પછી જીવ સમ્યગ્દર્શન ગુણને પ્રગટાવી શકે શી રીતિએ ? આથી જ ધર્મને ધર્મ રૂપે કરવાની શરૂઆત