________________
૧૪૪
ચોદ ગુણસ્થાનક ભાગ-૨ કાર્મગ્રન્થિક અભિપ્રાય છે; જ્યારે સેદ્રાન્તિક અભિપ્રાય એવો છે કે- “અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલાં પશમિક સમ્યક્ત્વને જ પામે, એવો નિયમ નહિ; એ જીવ પથમિક સમ્યક્ત્વને પામ્યા વિના જ ક્ષાયોશિમિક સમ્યકત્વને પામે એવું પણ બને. પણ જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઓપશમિક સમ્યક્ત્વને પામે, તે જીવા પોતાના પશમિક સમ્યકત્વના કાળ રૂપી અન્તર કરણના કાળસુધી સમ્યક્ત્વના આસ્વાદને પામીને, અત્તે તો એ પુનઃ મિથ્યાત્વના ઉદયને જ પામે. એટલે કે, એ જીવ પથમિક સમ્યકત્વના કાળમાં ત્રણ પુંજ કરે જ નહિ.” જે ઉમળકો શ્રી જિનશાસનની આરાધનાની વાતમાં આવે, તે સંસારના સુખની વાતમાં આવે નહિ ?
અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જો પોતાના સમ્યગ્દર્શન રૂપી. ગુણને પ્રગટાવનારો બને, તો તે કયા ક્રમે પ્રગટાવનારો બને, એનો તમને કાંઇક ખ્યાલ આવે, એ માટે આ વાતનો આટલો વિસ્તાર કરવામાં આવ્યો. ગૃહિધર્મ અને સાધુધર્મ, એમ બે પ્રકારે ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ બન્નેય પ્રકારના ધર્મના મૂળ રૂપ જે વસ્તુ છે, તે સમ્યકત્વ છે. સમ્યકત્વે સહિત બનીને જો ગૃહિધર્મનું અગર સાધુધર્મનું આરાધન કરવામાં આવે છે, તો જ એ આરાધનને સાચા રૂપમાં ધર્મારાધન કહી શકાય છે; અને એવું ધમરાધન જ, એ આરાધક જીવને, પોતાના વાસ્તવિક
ળને આપનારૂં નીવડે છે. આ કારણે, ધર્મારાધનને કરવાની ઇચ્છાવાળા બનેલા ભાગ્યવાનોએ, સમ્યક્ત્વના પ્રકટીકરણનો પુરુષાર્થ કર્યા કરવો જોઇએ અને એ પુરુષાર્થ કર્મગ્રન્થિને ભેદવાની દિશા તરફ્લો હોવો જોઇએ. સખ્યત્વને પામેલા પુણ્યાત્માઓએ પણ, પોતાના સમ્યક્ત્વના સંરક્ષણની કાળજીરાખવાની સાથે, દિન-પ્રતિદિન સમ્યક્ત્વ શુદ્ધ બનતું જાય,એવો પુરુષાર્થ કર્યા