________________
૧૪૩
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ પ્રક્રિયા કરે છે અને ત્યાં અનિવૃત્તિ કરણનો કાળ પૂરો થાય છે. એ કાળ પૂરો થતાંની સાથે જ, પહેલા જે સમયે, સમ્યકત્વ મોહનીય નામના પ્રશસ્ત કર્મના વેદન રૂપ ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. ઓપથમિક સખ્યત્વને પામેલાની ભાવી સ્થિતિના સંબંધમાં પણ અભિપ્રાયભેદ :
કાર્મગ્રન્થિક અભિપ્રાય એવો છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ જ્યારે સમ્યકત્વને પામે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા કર્મગ્રન્થિને ભેધા પછીથી, એ જીવ અનિવૃત્તિ કરણ દ્વારા અત્તર કરણને પેદા કરે છે, કે જે અન્તર કરણ, ઓપશમિક સખ્યત્વના પરિણામ રૂપ છે. ઓપશમિક સમ્યકત્વના પરિણામ રૂપ એ અત્તર કરણના પણ અન્તર્મુહુર્ત જેટલા કાળમાં, એ જીવ, મિથ્યાત્વ મોહનીયનાં સત્તાગત એવાં જે દળિયાં, તે દળિયાના, હમણાં જ આપણે વિચારી આવ્યા તે રીતિએ, ત્રણ પુંજ કરે છે. પથમિક સમ્યકત્વના કાળમાં, એ રીતિએ, એ જીવ ત્રણ પુંજ કરી લે છે;
ત્યાર બાદ, એ ત્રણ પુંજોમાંથી જો એ જીવને સમ્યકત્વ મોહનીય રૂપી શુદ્ધ પુજનો ઉદય થાય છે, તો એ જીવ ચોથા ગુણસ્થાનકે ટકી જાય છે; પરન્તુ, એ ત્રણ પુંજોમાંથી જો એ જીવને મિશ્રા મોહનીય રૂપી શુદ્વાશુદ્ધ પુંજનો ઉદય થાય છે, તો એ જીવ મિશ્રા ગુણસ્થાનકને પામે છે; અને, એ ત્રણ પુંજોમાંથી એ જીવને જો મિથ્યાત્વ મોહનીય રૂપી અશુદ્ધ પુંજનો ઉદય થાય છે, તો એ જીવા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે. આમ, “અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ પહેલાં ઓપશમિક સમ્યક્ત્વને જ પામે અને ઔપશમિક સમ્યક્ત્વના કાળમાં એ જીવ ત્રણ પુંજ કરે જ તથા ત્રણ પુંજ કરીને એ કાં તો ક્ષાયોપથમિક સમ્યકત્વને પામે, કાં તો મિશ્ર સમ્યકત્વને પામે અને કાં તો પુનઃ મિથ્યાદ્રષ્ટિ બને.” -એવો