________________
૧૪૧
__
_____
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ વનપ્રદેશના એ ભાગ સમું બનાવી દીધેલું હોય છે; અને એથી, એ અન્તર્મુહૂર્ત દરમ્યાનમાં છેલ્લે છેલ્લે જ્યાં સુધી એ જીવ અનન્તાનુબંધી કષાયના ઉદયવાળો બનતો નથી, ત્યાં સુધીને માટે એ જીવને દર્શનમોહનીયની કોઇ પણ પ્રકૃતિનો કોઇ પણ પ્રકારનો ઉદય હોતો જ નથી. અનિવૃત્તિ ક્રણના કાળમાં જીવ ક્યા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે-એ સંબંધી સેદ્રાન્તિક અભિપ્રાય ?
કાર્મગ્રન્થિક અભિપ્રાયે, સમ્યકત્વના પરિણામને પામનારો અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો દરેકે દરેક જીવ આવી રીતિએ, પહેલાં તો શામિક સમ્યક્ત્વના પરિણામને જ પામે છે; જ્યારે આ બાબતમાં, સેદ્રાન્તિક અભિપ્રાય એવો છે કે-સખ્યત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા બધા જ જીવો, પહેલાં પથમિક સમ્યક્ત્વ જ પામે-એવો નિયમ નથી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો, ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ, ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પામે, એવું બને છે. એટલે કેસમ્યક્ત્વના પરિણામને પામનારા અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવા જે જીવો, તે પૈકીના જે જીવો ઓપશમિક સમ્યકત્વને પામનારા હોય, તે જીવો આવા જ પ્રકારે પથમિક સમ્યકત્વને પામે; પરન્તુ, સખ્યત્વને પામનાર અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોમાં એવા જીવો પણ હોઇ જ શકે છે, કે જે જીવો ઔપથમિક સમ્યક્ત્વને નહિ પામતાં, અનિવૃત્તિકરણ દ્વારાએ ક્ષાયોપથમિક સમ્યકત્વને જ પામે છે. સૈદ્ધાત્તિક અભિપ્રાયે, જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ક્ષાયોપથમિક સમ્યક્ત્વને પામનારા હોય છે, તે જીવો પોતાના અનિવૃત્તિકરણના કાળમાં, પોતાના અનિવૃત્તિ કરણ દ્વારાએ, ઓપશમિક સખ્યત્વને પામનારા જીવોની પ્રક્રિયાના કરતાં જુદા જ પ્રકારની પ્રક્રિયા કરે છે. અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્તના કાળ દરમ્યાનમાં ઉદયમાં