________________
૧૪૦
ચૌદ ગુણસ્થાનક માd-૨ મોહનીયનાં જે દલિકોની સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિકોની સ્થિતિને ઘટાડીને ઉદયમાં આણી તે દલિકોને ખપાવે છે; અને ત્રીજું-પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં જે દલિકો, તેની સ્થિતિને જો ઘટાડી શકાય એવું ના હોય, તો જીવ મિથ્યાત્વ મોહનીયનાં એ દલિકોની સ્થિતિને વધારી દે છે.
મિથ્યાત્વ-મોહનીયનાં દલિકોનો જ્યારે પ્રદેશોદય કે વિપાકોદય ન હોય, ત્યારે અનન્તાનુબંધી એવા ક્રોધ, માન, માયા અને લોભ-એનો પણ પ્રદેશોદય કે વિપાકોદય ન હોય. મિથ્યાત્વ મોહનીચનાં તેમ જ અનન્તાનુબંધી કષાયોનાં દલિકોનો જેમાં પ્રદેશોદય પણ ન હોઈ શકે, એવા અન્તર્મુહૂર્તને માટે જરૂરી એવી સઘળી તૈયારી, જીવ અનિવૃત્તિકરણના કાળમાં જ કરી લે છે; અને એ પછીથી, તરત જ, એ જીવ, મિથ્યાત્વ મોહનીયનાં અને અનન્તાનુબંધીનાં દલિકોના પણ ઉદયથી રહિત એવા અન્તર્મુહૂર્તને પામે છે. એ અન્તર્મુહૂર્તની પ્રાપ્તિ, એનું નામ ઔપથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ. ઔપશમિક સમ્યક્ત્વના પરિણામવાળા એ અન્તર્મુહૂર્તને, અન્તર કરણ કહેવામાં આવે છે. અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્તથી અનન્તર એવું જે અન્તર કરણનું અન્તર્મુહૂર્ત, તે અન્તર્મુહૂર્તના પહેલા સમયે જ જીવા ઓપશામિક સમ્યકત્વ રૂપી આત્મપરિણામનો સ્વામી બને છે. વનમાં સળગતો દાવાનળ આખાય વનપ્રદેશને બાળનારો હોય, પરન્તુ વનપ્રદેશનો જે ભાગ ઘાસ આદિથી રહિત બની ગયો હોય અથવા તો વનપ્રદેશના જે ભાગને ઘાસ આદિથી રહિત બનાવી દેવાયો હોય, તે વનપ્રદેશનો ભાગ એ દાવાનળથી અસ્પષ્ટ રહેવા પામે છે. કારણ કે-અગ્નિના યોગે સળગી ઉઠે એવી કોઇ સામગ્રી જ, વનપ્રદેશના એ ભાગમાં નથી. ઓપશમિક સમ્યકત્વ રૂપી આત્મપરિણામને પામનારા જીવે પણ, એક અન્તર્મુહૂર્તને,