________________
થાક ભાવ- ૨
૧૩૮ હોય છે, ત્યાં સુધી જીવમાં સખ્યત્વનો પરિણામ પ્રગટી શકતો જ નથી. જીવ જ્યારે સમ્યકત્વના અધ્યવસાયમાં વર્તતો હોય, ત્યારે એને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય તો હોય જ નહિ; અને, જો કોઇ પણ કારણે એને મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય થઇ જવા પામે, તો એ જીવનો સમ્યકત્વનો જે અધ્યવસાય, તે ચાલ્યો ગયા વિના રહે નહિ. એટલે, અપૂર્વકરણ દ્વારા એ ધન એવા. રાગ-દ્વેષના પરિણામ સ્વરૂપ કર્મગ્રન્થિને ભેદી નાખનારો બનેલો જીવ, અનિવૃત્તિ કરણ દ્વારાએ પોતાની એવી અવસ્થાને પેદા કરે છે, કે જે અવસ્થામાં એ જીવને, કાં તો મિથ્યાત્વમોહનીયનો સર્વથા ઉદય જ ન હોય, કાં તો મિથ્યાત્વમોહનીયનો જે વિપાકોદય, તે ન હોય. જીવની આવી અવસ્થા, અપૂર્વકરણથી પેદા થઇ શકતી જ નથી. જીવની આવી અવસ્થા અપૂર્વકરણે પોતાને કરવાનું કાર્ય કરી લીધા પછીથી જ, જીવમાં જે શુભ પરિણામ પ્રગટે, તેનાથી જ પેદા થઇ શકે છે; અને એથી, એ પરિણામને જ
અનિવૃત્તિ કરણ' તરીકે ઓળખવામાં આવે છે. એટલે, અનિવૃત્તિકરણ એ જ સમ્યક્ત્વ રૂપ આત્મપરિણામ પૂર્વેનો અત્તર એવો કરણ નામ આત્મપરિણામ છે. અનિવૃત્તિ ક્રણના કાળમાં જીવ ક્વા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત રે છે-એ સંબંધી કર્મગ્રન્થિક અભિપ્રાય :
સમ્યકત્વ રૂપ આત્મપરિણામની પૂર્વેનો અનન્તર એવો જે અનિવૃત્તિકરણ નામનો પરિણામ, તે પરિણામના કાળમાં, તે પરિણામ દ્વારા આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એ હવે આપણે જોઇએ. અનિવૃત્તિકરણ દ્વારા, અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં, આત્મા કેવા પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત કરે છે, એના સંબંધમાં બે પ્રકારના અભિપ્રાયો પ્રવર્તે છે. એક કાર્મગ્રન્શિક અભિપ્રાય અને બીજી સૈદ્વાન્તિક અભિપ્રાય.