________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
કાર્યગ્રન્થિક અભિપ્રાયે, અનિવૃત્તિ કરણના કાળ દરમ્યાનમાં, અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જીવ, અનિવૃત્તિકરણ દ્વારાએ કામ કરે છે કે-એ કાળ દરમ્યાનમાં મિથ્યાત્વ-મોહનીયનાં જેટલાં દળિયાં ઉદયમાં આવે, તે બધાં દળિયાંને ખપાવી નાખે; એટલું જ નહિ, પણ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વમોહનીયનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિયાંની સ્થિતિને જો ઘટાડી શકાય તેમ હોય તો એ દળિયાંની સ્થિતિને ઘટાડી દઇને અને તે દળિયાંને એ અનિવૃત્તિ કરણના કાળમાં જ ઉદયમાં લાવી દઇને, એ દળિયાંને પણ અનિવૃત્તિ કરણ દ્વારાએ ખપાવી નાખે; પણ, પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ મોહનીયનાં દળિયાં એવાં પણ હોય છે, કે જે દળિયાંની કાલસ્થિતિને એવી રીતિએ ઘટાડી શકાય તેવું ન હોય; તો, એવા દળિયાંની સ્થિતિને, એ જીવ પોતાના અનિવૃત્તિ કરણના કાળ દરમ્યાનમાં જ વધારી દે છે, કે જેથી કમથી કમ એ દળિયાં અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્ત પછીના અન્તર્મુહૂર્તમાં તો ઉદયમાં આવે જ નહિ. આ રીતિએ, એ જીવ, પોતાના અનિવૃત્તિ કરણના અન્તર્મુહૂર્ત દરમ્યાનમાં, એ અન્તર્મુહૂર્ત પછીના અનન્તરના એવા અન્તર્મુહૂર્તને એવું બનાવી દે છે કે, એ અન્તર્મુહૂર્તના કાળમાં, મિથ્યાત્વ મોહનીયનાં દલિકોનો ન તો વિપાકોદય હોય અને ન તો પ્રદેશોદય પણ હોય. પોતાના ફ્લને પેદા કરવાના સામર્થ્યવાળાં કર્મદલિકોના ઉદયને વિપાકોદય કહેવાય છે અને પોતાના ફ્લને પેદા કરવાના સામર્થ્યથી હીન બની ગયેલાં કર્મદલિકોના ઉદયને પ્રદેશોદય કહેવાય છે.
૧૩૯
આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-અનિવૃત્તિકરણના કાળ દરમ્યાનમાં જીવ ત્રણ કામ કરે છે. એક તો-એ અન્તર્મુહૂર્તમાં સ્વતઃ ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયનાં દલિકોને ખપાવે છે; બીજું-પછીના અન્તર્મુહૂર્તમાં ઉદયમાં આવનારાં મિથ્યાત્વ