________________
૧૩૪
ચૌદ વણસ્થાનક ભાગ-૨ પ્રાપ્તિ થવાની હોય છે, તે ભવમાં એ જીવને ક્ષપક શ્રેણિ માંડવા માટે પ્રથમ સંહનન આદિ જે સામગ્રી જરૂરી ગણાય છે તે મળી જ જાય છે અને એ જીવમાં ક્ષપક શ્રેણિ માંડવા જગો પરિણામ પણ પ્રગટી જાય છે. આમ જે જીવ ક્ષપક શ્રેણિ માંડે છે, તે જીવને જો ક્ષપક શ્રેણિ માંડતાં પરભવના આયુષ્યનો બંધ પડી ગયો ન હોય, તો તે જીવ ક્ષપક શ્રેણિના કાળ દરમ્યાનમાં માત્ર દર્શન મોહનીયની સાત પ્રકૃતિઓનો ક્ષય સાધીને વિરામ પામતો નથી, પણ ક્ષપક શ્રેણિમાં આગળ વધીને એ જીવ ચારિત્ર મોહનીય કર્મની બાકીની એકવીસેય પ્રકૃતિઓનો પણ સંપૂર્ણપણે ક્ષય સાધીને વીતરાગપણાને આત્મસાત કરી લે છે અને તે પછી તરત જ જ્ઞાનાવરણીયાદિ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોને પણ ક્ષીણ કરી નાખીને કેવલજ્ઞાનનો સ્વામી પણ બની જાય છે. હવે જે જીવને ક્ષપક શ્રેણિ માંડતાં પહેલાં જ પરભવના આયુષ્યનો બંધ પડી ગયો હોય, તે જીવ ક્ષપક શ્રેણિ દ્વારા માત્ર દર્શન મોહનીયની જ સાત પ્રકૃતિઓને ક્ષીણ કરી નાખીને અટકી જાય છે. એ જીવનો ક્ષપક શ્રેણિનો પરિણામ દર્શન મોહનીયની સાત પ્રકૃતિઓ ક્ષીણ થતાં ભગ્ન થઇ ગયા વિના રહેતો જ નથી. એવો જીવ જે ક્ષપક શ્રેણિ માંડે છે, તે ક્ષપક શ્રેણિને ખંડ ક્ષપક શ્રેણિ તરીકે ઓળખવામાં આવે છે. ક્ષાયોપથમિક સખ્યત્ત્વની હાજરીમાં જ ક્ષાયિક સખ્યત્ત્વને પામી શાય છે ?
ક્ષપક શ્રેણિ એટલે ઘાતી કર્મોની પ્રકૃતિઓની મૂળમાંથી ક્ષપણા કરી નાખવાની શ્રેણિ. તેમાં, પહેલાં દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા સંપૂર્ણપણે થઇ ગયા પછીથી જ, ચારિત્રા મોહનીયની પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. આમ મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઇ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય