________________
૧૩૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
નહિ અગર અશુદ્ધ રહ્યાં હોય તો તેમ, પણ એ, સિવાય જ્ઞાની કોઇ કહી શકે નહિ. એ તો વ્યક્તિગત અસર છે ને ? શાસ્ર તો કહે છે કે-અન્તર કરણનું અન્તર્મુહૂર્વ પુરૂં થતાંની સાથે જ, એ અન્તર કરણના કાળમાં જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પુંજ કર્યા હોય છે, તે ત્રણમાંથી કોઇ પણ એક પુંજનાં દળિયાં ઉદયમાં આવી જાય છે.
સમ્યક્ત્વ મોહનીયનાં દળિયાંનો ઉદયકાળ એ ક્ષાયોપશમિક સમ્યક્ત્વનો કાળ :
આમ, ઔપશમિક સમ્યક્ત્વના અન્તર્મુહૂર્તને અન્તે જીવને જો મિથ્યાત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવી જાય છે, તો તે જીવ સમ્યક્ત્વને વી નાખે છે અને પ્રથમ ગુણસ્થાનકવર્તી બની જાય છે; પણ મિથ્યાત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવવાને બદલે એ જીવને જો મિશ્ર મોહનીયના પુંજમાંનાં દળિયાં આવી જાય છે, તો તે જીવ ચતુર્થ ગુણસ્થાનકવર્તી મટી જઇને તૃતીય ગુણસ્થાનકવર્તી બની જાય છે. એ તૃતીય ગુણસ્થાનકવર્તી બનેલો જીવ, તે પછી પહેલે ગુણઠાણે ચાલ્યો જાય એવું પણ બને અને ચોથે ગુણઠાણે પાછો આવે એવું પણ બને. હવે જે જીવને નથી તો ઉદયમાં આવતાં મિથ્યાત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં એમ નથી તો ઉદયમાં આવતાં મિશ્ર મોહનીયના પુંજમાંનાં દળિયાં, પણ જે જીવને સમ્યક્ત્વ મોહનીયના પુંજમાંનાં દળિયાં ઉદયમાં આવે છે, તે જીવ ઔપશમિક સમ્યક્ત્વમાંથી ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામ્યો એમ કહેવાય છે. આ રીતિએ અનાદિ મિથ્યાદ્રષ્ટિ એવો જે જીવ, પહેલી વાર જે સમ્યક્ત્વને પામે છે, તે ઔપશમિક સમ્યક્ત્વ પામે છે અને એ પછી જ એ જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ એ વખતે પામે છે તો પામે છે, નહિ તો કાળાન્તરે પામે છે. આ સંબંધમાં એક શાસ્ત્રીય મત એવો પણ