________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૩૫ અને અન્તરાય એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિઓની સંપૂર્ણપણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે મોક્ષ સાધવો હોય, તે જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિક સમ્યકત્વને પ્રગટાવવાને માટે જીવે ક્ષપક શ્રેણિ માંડવી જ જોઇએ. ક્ષપક શ્રેણિ ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે, પાંચમાં ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે અને છઠ્ઠા તથા સાતમાં ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. ક્ષપક શ્રેણિ માંડવા માટે જેમ પ્રથમ સંતનનાદિ સામગ્રી જોઇએ, તેમ છેવટમાં છેવટ ચોથું ગુણસ્થાનક પણ ક્ષપક શ્રેણિ માંડવા માટે જોઇએ જ. પહેલે ગુણઠાણે રહેલો અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ, ઔપથમિક સમ્યક્ત્વ અગર મતાન્તરે ક્ષારોપથમિક સમ્યક્ત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકે જ નહિ. કોઇ કોઇ જીવ વિશેષ માટે એવું પણ બને છે કે-અન્તિમ ભવમાં અને અન્તિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને વમે, ક્ષાયોપથમિક સમ્યકત્વને પામે, ક્ષપક શ્રેણિ માંડે, ક્ષાયિક સમ્યક્ત્વ પામે, ચારિત્ર મોહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અન્ત શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બનીને મોક્ષને પામી જાય. આ બધુંય અન્તર્મુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને. અહીં મુદો એટલો જ છે કે-ત્રણ પ્રકારનાં જે સમ્યક્ત્વ; ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક; એમાં જે ક્ષાયિક સમ્યકત્વ છે, તેને પ્રગટાવવાને માટે ક્ષપક શ્રેણિ અવશ્યમેવ માંડવી પડે છે અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં જીવ ક્ષપક શ્રેણિ માંડી શકતો જ નથી. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ તો ઘણી વાર આવે અને ઘણી વાર જાય એવું પણ બને છે, પણ એક વાર જે જીવ સમ્યક્ત્વને પામ્યો, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદ્ગલપરાવર્તથી અંદર