________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૩૩
છે કે-અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ સીધો જ ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામી શકે છે. એટલે કે-એ જીવ અનિવૃત્તિકરણને અન્તેઅનિવૃત્તિ કરણના કાળમાં જ ત્રણ પુંજ કરીને એમાંના શુદ્ધ પુંજના ઉદયને પામે છે અને એમ શુદ્ધ પુંજના ઉદયને પામીને એ જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પરિણામનો સ્વામી બને છે. આ શાસ્ત્રીય માન્યતા મુજબ જીવ મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ અનિવૃત્તિ કરણથી કરે.
દર્શનમોહનીયની સાત પ્રકૃતિઓને ક્ષીણ ીને અટકી જનારની શ્રેણિને ખંડ ક્ષપશ્રેણિ વ્હેવાય :
હવે જે જીવ ઔપશમિક સમ્યક્ત્વને પામીને અગર તો ઔપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના પણ ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામે છે, તે જીવ જો ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પરિણામમાં બરાબર સુદ્રઢ રહી શકે અને તેને પ્રથમ સંહનન આદિ સામગ્રી મળી હોય તથા તે જો ક્ષપક શ્રેણિ માંડવા જોગા પરિણામને પામી જાય, તો તે જીવ ક્ષપક શ્રેણિ માંડીને અનન્તાનુબંધી કષાયની ચાર તેમ જ મિથ્યાત્વ મોહનીયની ત્રણ-એમ દર્શન મોહનીયની સાતેય પ્રકૃતિઓનો ક્ષપક શ્રેણિના પરિણામ દ્વારા સંપૂર્ણપણે ક્ષય કરી નાખીને ક્ષાયિક સમ્યક્ત્વનો સ્વામી બની જાય છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામેલો જીવ જો કોઇ પણ રીતિએ સમ્યક્ત્વના પરિણામને વમી નાખે નહિ અને એ પરિણામમાં બરાબર ટક્યો રહે, તો જીવ ક્ષાયિક સમ્યક્ત્વને પામ્યા વિના રહેતો જ નથી. એ જીવ એ જ ભવમાં ક્ષપક શ્રેણિ માંડે અને એ દ્વારા ક્ષાયિક સમ્યક્ત્વને પામે એવો નિયમ નથી. ભવાન્તરમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામે એવું પણ બને. ક્ષાયોપશમિક સમ્યક્ત્વના પરિણામમાં બરાબર ટકી રહેનારા જીવને, જે ભવમાં ક્ષાયિક સમ્યક્ત્વની