________________
ચૌદ પુણસ્થાનક ભાગ-૨
૧૩૧ જ, કેમ કે-મિથ્યાત્વ મોહનીયનો એ વખતે પ્રદેશોદયેચ નથી અને વિપાકોદયેય નથી. એ વખતે, મોક્ષના શુદ્ધ ઉપાયને લગતો જ પરિણામ હોય અને તો જ મિથ્યાત્વ મોહનીચનાં સત્તાગત દળિયાં શુદ્ધ બને ને ? ત્રણમાંથી કોઇ એક પુંજનો ઉદય થાય ?
આ રીતિએ અનિવૃત્તિકરણ દ્વારા જીવ જે સમ્યકત્વને પામે છે, તે સમ્યક્ત્વને ઓપશમિક સમ્યકત્વ કહેવાય છે. એ ઉપશમ સમ્યક્ત્વનું જે અન્તર્મુહૂર્ત, એ જ અન્તર કરણનું અન્તર્મુહૂર્ત ! કોદરા નામનું જે ધાન્ય હોય છે, તેના ઉપર મીણો હોય છે. જ્યારે એ મીણો બરાબર ધોવાઇ જાય છે અને એ ધાન્ય ચોખ્ખું બની જાય છે, ત્યારે એ કોદરી કહેવાય છે. મીણાવાળું ધાન્ય તે કોદરા અને સાવ મીણા વગરનું ધાન્ય તે કોદરી. એ ધાન્થને સાફ કરતાં મીણો થોડો ગયો હોય ને થોડો રહ્યો હોય એવું પણ બને છે અને અમુક દાણા ઉપરથી મીણો ગયો ન હોય એવું પણ બને છે. એ જ રીતિએ, જીવ, આપણે વિચારી આવ્યા તેમ, અત્તર કરણના કાળમાં સત્તાગત મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના ત્રણ પુંજ કરી નાખે છે. એટલામાં તો અન્તર કરણનું એ અન્તર્મુહૂર્ત પૂર્ણ થઇ જાય છે. એ અત્તર્મુહૂર્ત પુરૂં થતાંની સાથે જ, અત્તર કરણના બળે જીવે મિથ્યાત્વ મોહનીયનાં દળિયાંના જે ત્રણ પુંજ કર્યા હોય છે, તેમાંનો કોઇ પણ એક પુંજ ઉદયમાં આવે છે. કોઇને સમ્યક્ત્વ મોહનીયનો પુંજ ઉદયમાં આવે, કોઇને મિશ્ર મોહનીચનો પૂંજ ઉદયમાં આવે અને કોઇને મિથ્યાત્વ મોહનીયનો પુંજ ઉદયમાં આવે. એ વખતે જીવનો પરિણામ કેવા બળવાળો છે અને કેવા પ્રકારનો છે, એના ઉપર એનો આધાર. અન્તર કરણના અન્તર્મુહૂર્ત પછીથી જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય તે શુદ્ધ થયાં છે કે નહિ, શુદ્ધાશુદ્ધ થયાં છે કે