________________
૧૨૯
ચોદ ગુણસ્થાન ભાગ-૨ અથવા તો એમાં એ ભાવથી વિપરીત ભાવનું આલમ્બન નહિ જોઇએ. એક સ્તવન પણ ગુરુની પાસેથી વિધિપૂર્વક લીધું હોય અને ગુરુ પાસે એનો અર્થ સમજીને ગોખ્યું હોય, તો એ બોલતાં પણ જીવ ઘણી નિર્જરા સાધી શકે. અનિવૃત્તિ ક્રણથી સધાતું કર્યઃ
- હવે શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ દ્વારા અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ નિર્જરા કરતે કરતે જીવ રાગ-દ્વેષની ગ્રંથિએ પહોંચ્યો અને અપૂર્વકરણે કરીને જીવે એ ગ્રન્થિને ભેદી નાખી. એ ગ્રંથિ ભેદાતાંની સાથે જ જીવમાં એવો પરિણામ પ્રગટે, કે જે પરિણામ જીવને સમ્યક્ત્વ પમાડ્યા વિના રહે નહિ. એવા પરિણામનો કાળ પણ જ્ઞાનિઓએ અન્તર્મુહૂર્તનો કહ્યો છે. અન્તર્મુહૂર્ત કાળનો એ પરિણામ એવો હોય છે કે-એ કાળમાં જીવને મિથ્યાત્વનો ઉદય ચાલુ હોય છે, તે છતાં પણ એ પરિણામ જીવને સમ્યક્ત્વ પમાડ્યા વિના જતો નથી. એ પરિણામથી જીવ શું કરે છે ? અપૂર્વ કરણથી જીવ જેમ ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિને ભેદે છે, તેમ અનિવૃત્તિ કરણથી એ જીવ મિથ્યાત્વનાં જે જે દળિયાં ઉદયમાં આવતાં જાય છે, તે તે સર્વ દળિયાંને ખપાવતો જ જાય છે; એટલું જ નહિ, પણ આ અન્તર્મુહૂર્તની પછીના અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વનાં જે દળિયાં ઉદયમાં આવવાનાં હોય, તે દળિયામાંથી બની શકે તેટલાં દળિયાંને પણ જીવ આ અન્તર્મુહૂર્તમાં જ ઉદયમાં લાવી દઇને ખપાવી નાખે છે; અને, મિથ્યાત્વનાં જે દળિયાંને જીવ આ રીતિએ એક અત્તમુહૂર્ત વહેલાં ઉદયમાં લાવી શકતો નથી, તે દળિયાંની સ્થિતિને એ વધારી દે છે, કે જેથી આ અનિવૃત્તિકરણના અન્તર્મુહૂર્ત પછીનું જે અન્તર્મુહૂર્ત હોય છે, તે અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વના એક પણ દળિયાનો ઉદય અસંભવિત બની જાય. એ જે અનિવૃત્તિ કરણ પછીનું અત્તમુહૂર્ત હોય છે, તે. અન્તર્મુહૂર્તમાં