________________
ચૌદ મણસ્થાન ભાગ-૨
૧૨૭ –––––––––––––------ --
અપૂર્વ કરણને પ્રગટાવવાને માટે, જીવે, વિષયની અનુકૂળતાનો જે રાગ છે અને કષાયની અનુકૂળતાનો જે રાગ છે, તે રાગ કેટલો બધો ભંડો છે, તે રાગ કેટલો બધો નુક્સાના કારક છે, એનો વિચાર કરવો જોઇએ. જીવ જો વિચાર કરે, તો લાગે કે- “હિંસાદિક પાપોનું મૂળ જ, જીવનો વિષયની અનુકૂળતાનો અને કષાયની અનુકૂળતાનો રાગ છે. જીવો પ્રાયઃ પાપને આચરે છેય એ માટે અને જીવો પ્રાયઃ દુ:ખને વેઠે છે, એ માટે !” તમે હિંસાદિક જે જે પાપોને આચરતા હો, તે તે સર્વ પાપોને યાદ કરી જુઓ અને પછી વિચાર કરો કે-એ પાપોને તમે જે આચર્યા અથવા તો એ પાપોને આચરવાનું તમને જે મન થયું, તે શાથી બન્યું ? તમે જો સમજ પૂર્વક વિચાર કરી શકશો, તો તમને પ્રાયઃ એમ જ લાગશે કે- “મારામાં જો વિષય-કષાયની અનુકૂળતાનો રાગ ના હોત, તો હું આમાંના કોઇ પાપને આચરવાનું મન કરત નહિ; અથવા, આમાંના કોઇ પાપને આચરત નહિ !' એ જ રીતિએ, તમે દુખ પણ વેઠો છો, તો તમે વિચાર કરો કે તમને દુઃખ વેઠવું ગમે છે ? ના. વસ્તુતઃ તમને દુઃખ વેઠવું ગમતું નથી, પણ વિષયકષાયની અનુકૂળતાના રાગને કારણે, એ રાગ સલ બને એ હેતુએ, તમને દુઃખ વેઠવું પણ ગમે છે. તમારામાં જે દ્વેષભાવ છે, તે પણ શાને આભારી છે ? વિષય-કષાયની અનુકૂળતા તરફ્લા તમારા રાગને જ ને ? વિષય-કષાયની અનુકૂળતાનો રાગ પાપ કરાવે, દુઃખ વેઠવાની ફ્રજ પાડે અને કરેલા પાપને પરિણામે પણ જીવ દુઃખી જ થાય. વિષય-કષાયની અનુકૂળતાના આવા રાગ ઉપર અને એ રાગના યોગે પ્રગટતા દ્વેષ ઉપર, નત ન આવે ? એમ થઇ જવું જોઇએ કે- “આ રાગ, એ જ મારો મોટામાં મોટો દુશ્મન છે.” આવો સુદર ખ્યાલ આવી જાય અને એથી જો એમ થઇ જાય કે- “વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તજવા યોગ્ય જ છે.” તો અપૂર્વ કરણ છેટે રહી શકે જ નહિ.