________________
૧૨૬
ચોદ ગુણસ્થાન ભાગ-૨ હોતો, તેનામાં દ્વેષ પણ હોઇ શકતો જ નથી. રાગને કારણે જ તેષ પેદા થાય છે. જો કોઇનાય ઉપર રાગ ન હોય, તો કોઇનાયા ઉપર દ્વેષ પેદા થવાને અવકાશ જ નથી. રાગ હોવાને કારણે, જેના ઉપર રાગ હોય, તેનાથી જે પ્રતિકૂળ, તેના ઉપર દ્વેષનો ભાવ પ્રગટે છે. અણગમો, એ પણ દ્વેષનો જ એક પ્રકાર છે. હવે તમે એ વિચાર કરો કે-સંસાર ઉપર રાગ છે, તે શાના ઉપર રાગ છે ? સંસાર એટલે વિષય અને કષાય. સંસારનો રાગ, એટલે વિષયનો રાગ અને કષાયનો રાગ. વિષયનો રાગ અને કષાયનો રાગ પણ કેવો ? વિષયની અનુકૂળતાનો રાગ અને કષાયની અનુકૂળતાનો રાગ. અને, એને લીધે જ,વિષયની પ્રતિકૂળતાનો પણ દ્વેષ અને કષાયની પ્રતિકૂળતાનો પણ દ્વેષ. એ જીવે વિષયની અનુકૂળતામાં જ અને કષાયની અનુકૂળતામાં જ સુખ માનેલું છે અને એ જ રીતિએ એ જીવે વિષયની પ્રતિકૂળતામાં પણ દુઃખા માનેલું છે અને કષાયની પ્રતિકૂળતામાં પણ દુઃખ માનેલું છે. આ ઉપરથી તમે સમજી શક્યા હશો કે-સંસાર ઉપરનો રાગ, એ વસ્તુતઃ તો સંસારના સુખ ઉપરનો જ રાગ છે; અને એથી, એ વાત પણસમજી શકાય એવી છે કે-સંસાર અસાર છે, એનો અર્થ એ કે-સંસારનું સુખ પણ અસાર છે. “અમુકને આ સંસાર અસાર લાગ્યો છે.” –એવું સાચીરીતિએ ત્યારે જ કહી શકાય, કે જ્યારે તેને સંસારનું સુખ અસાર લાગ્યું હોય ! દુઃખ, દુઃખ તરીકે કોને સારભૂત લાગે છે ? કોઇને પણ નહિ ! સંસાર સારભૂત લાગતો હોય, તો તે સંસારના એટલે વિષય-કષાયના સુખનો જે રાગ છે, તેને લીધે જ ! એ રાગથી જ સંસાર સારભૂત લાગે છે. આ કારણે, “સંસાર અસાર.” –એનો અર્થ એ છે કે- “સંસારનું સુખ પણ અસાર !” વિષય -ક્ષાયની અનુકૂળતાના રાગને અને પ્રતિકૂળતાના દ્વેષને તજવાનો ભાવ અપૂર્વ પ્રણમાં હોય જઃ