________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
આવા આત્મપરિણામને ભેદવાને માટે ઉધત બનેલા આત્માએ, એવા પરિણામને પેદા કરવો જોઇએ, કે જે પરિણામથી સીધો ઘા મોહનીય કર્મ ઉપર થાય અને જે પરિણામથી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ઉપર પણ ઓછે-વધતે અંશે ઘા થયા વિના રહે નહિ. હવે ગાઢ એવા રાગ-દ્વેષનો જે પરિણામ, તેનાથી વિપરીત સ્વરૂપનો તીવ્ર એવો પરિણામ કેવો હોય, એની કલ્પના કરો ! કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ રાગનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે અને કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામમાં ગાઢ દ્વેષનો જે ભાવ રહેલો છે, તેને પણ ભેદે-એવો એ પરિણામ હોવો જોઇએ. એટલે, વસ્તુતઃ કરવાનું છે શું ? પરિણામને ભેદવાનો નથી, પણ પરિણામમાં આવતી ગાઢ રાગની અસરને અને ગાઢ દ્વેષની અસરને ટાળવાની છે; અને, એ અસરને ટાળવાને માટે, રાગના ગાઢપણાને તથા દ્વેષના ગાઢપણાને ટાળી નાખવું જોઇએ; તથા રાગને અને દ્વેષને એવા ઠેકાણે કેન્દ્રિત કરી દેવા જોઇએ, કે જે ઠેકાણે કેન્દ્રિત થવાના યોગે, ક્રમશઃ રાગ અને દ્વેષ પાતળા પણ પડતા જાય અને ખરાબ અસર કરવાને માટે શક્તિહીન પણ બનતા જાય. મોહગર્ભિત રાગ પ્રત્યે અને મોહગર્ભિત દ્વેષ પ્રત્યે ખરેખરી ઇતરાજી પ્રગટ્યા વિના તો, આ બની શકે જ નહિ. ક્ષમાના પરિણામથી ક્રોધના પરિણામનો ભેદ :
૧૨૪
આ રીતિએ, વસ્તુતઃ તો, પરિણામને પલટાવી દેવાનું જ કામ કરવાનું છે. જેમ કે-એમ કહેવાય છે કે- ‘ક્રોધના પરિણામને ક્ષમાના પરિણામથી ભેદવો.’ ‘ક્ષમાના પરિણામથી ક્રોધના પરિમામને ભેદવો.’ -એનો અર્થ શો ? પરિણામમાંથી ક્રોધભાવની અસરને ટાળી નાખવી અને પરિણામમાં ક્ષમાભાવની અસરને પેદા કરી દેવી. ક્રોધના પરિણામને ભેદવાને માટે અથવા તો ક્રોધ ઉપર વિજય મેળવવાને માટે ‘ક્રોધ કેવો ભૂંડો છે, કેવો અનિષ્ટકારી