________________
૧૨૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ - - - - - - - - - - - - - -- આત્મપરિણામ જેટલો તીવ્ર હોય, તેના કરતાં પણ એ આત્મપરિમામને ભેદનારો જે પરિણામ, તે વધારે તીવ્ર હોવો. જોઇએ; અને તો જ, એ પરિણામથી ગ્રન્થિભેદ થાય. પરિણામથી જ પરિણામના ભેદનો અનુભવ ઃ
આ માટે જ, તમને, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે કેવા સ્વરૂપનો છે, એનો ખ્યાલ પહેલાં આપવામાં આવે છે.
સ. આત્માનો પરિણામ, આત્માના પરિણામથી જ ભેદાય ?
આત્માનો પરિણામ, આત્માના પરિણામ દ્વારાએ ભેદાનો હોવાનો તો, તમે પણ કદાચ અનેક વાર અનુભવ કર્યો હશે. રાગનો ભાવ દ્વેષના ભાવથી ભેદાય છે, એનો તમને અનુભવ નથી ? એક વાર જેના ઉપર તમને રાગ હતો, તેના ઉપર તમને કદી પણ દ્વેષ પેદા થયો છે કે નહિ ? અને, એક વાર જેના ઉપર તમને દ્વેષ હોય, તેના ઉપર તમને કદી પણ રાગ થયો છે કે નહિ ? આવું તો ઘણું થયું હશે અને થયા કરતું હશે, પણ મનનો પલટો ક્યારે ક્યારે અને કેવી કેવી રીતિએ થાય છે, એનો વિચાર તમે કદી કર્યો છે ખરો ? તમને ઝટ સમજાય એવું ઉદાહરણ લો. કોઇ કોઇ વાર તમને દાન દેવાનું મન થઇ ગયું હોય, એવું નથી બનતું? પણ, દાન દેતાં પહેલાં દાન દેવાનો વિચાર પલટાઇ ગયો હોય, એવું પણ બન્યું છે કે નહિ ? લક્ષ્મીના લોભના ભાવે, દાનના ભાવને ભેદી નાખ્યો હોય, એવું બન્યું છે કે નહિ ? ત્યારે, જે ભાવ મનમાં પ્રગટ્યો હોય, તેનાથી વિપરીત કોટિનો. ભાવ જો જોરદાર બની જાય, તો એથી, પહેલાં પ્રગટેલો ભાવ ભેદાઇ જવા પામે. દાનનો ભાવ લક્ષ્મી ઉપરની મૂચ્છથી ભેદાય અને શીલનો ભાવ વિષયસુખની અભિલાષાથી ભેદાય એ વગેરે સહેલું છે, કારણ કે લક્ષ્મીની મૂચ્છ અને વિષયસુખની અભિલાષા,