________________
૧૨૦
ચોદ ગુણસ્થાન ભાગ-૨
આચરવાનું છોડી શકું તેમ છું? અને, જે આચરવા લાયક છે, તેને અત્યારે હું આચરી શકું તેમ છું ?' એમાંથી નિર્ણય થાય કેછોડવા લાયક બધાને તો હું છોડી શકું તેમ નથી અને આચરવા લાયક બધાને હું આચરી શકું તેમ નથી, તો મારાથી જેટલા પ્રમાણમાં શક્ય હોય, તેટલા પ્રમાણમાં હું છોડવા લાયકને છોડું અને આચરવા લાયકને આચરૂં !” અને એવો નિર્ણય કરીને, જીવ એવા પ્રયત્નમાં લાગી પણ જાય. આ રીતિએ જીવે જે થોડું પણ છોડવા લાયકને છોડ્યું હોય અને આચરવા લાયકને આચરવા માંડ્યું હોય, તેમાં પણ એ જીવ વારંવાર એ જ દ્રષ્ટિ રાખ્યા કરે કે- “મારા આ વલણના યોગે, મને એવી અનુકૂળતા આવી મળો, કે જે અનુકૂળતા આવી મળતાં, હું છોડવા લાયક સર્વને સર્વથા છોડનારો અને આચરવા લાયક સર્વને એકાન્ત આચરનારો બની જાઉં !' ર્ભગ્રન્થિને ભેદવાની બાબતમાં અને અપૂર્વ રણની બાબતમાં ત્રણ વાતોનો નિર્ણય
ધર્મશ્રવણ જો એવા પ્રકારનું હોય, તો એથી પરિણામની ઉત્તરોત્તર શુદ્ધિ થયા કરે એ સુસંભવિત જ છે; અને, આવા પ્રકારના ધર્મશ્રવણના યોગે જીવ અપૂર્વ કરણને પણ પામી જાય, એય ખૂબ જ સંભવિત છે. તમારું ધર્મશ્રવણ આવા પ્રકારનું છે કે નહિ, એનો તમારે વિચાર કરવો જોઇએ. જો તમારે તમારી ભાગ્યશાલિતાને સળ કરવી હોય, તો તમારે આ વિચાર અવશ્ય કરવો જોઇએ. હવે આપણે અપૂર્વકરણ સંબંધી વિચાર કરીએ. આપણે જોઇ આવ્યા કે-શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ પણ જીવના પોતાના પુરુષાર્થની અપેક્ષા રાખે છે અને શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામેલો જીવ પોતાના પુરુષાર્થના બળે જ અપૂર્વકરણને પ્રગટાવી શકે છે. તમારી કર્મગ્રન્થિ ભેદાઇ ન હોય, તો પણ એ કર્મગ્રન્થિને ભેદવાની