________________
'૯
–––––
૧૧૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નિર્ગુણતાનું ભાન થવા માંડે, તે જીવોમાં ક્રમે કરીને મોક્ષની ઇચ્છા જન્મ, એ પણ શક્ય છે. મોક્ષની ઇચ્છા જન્મવાના યોગે, મોક્ષના કારણ એવા ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ પણ શક્ય છે. સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પેદા થવાથી અને મોક્ષ પ્રત્યે રૂચિનો ભાવ પેદા થવાથી જે જીવમાં ધર્મને જાણવાની ઇચ્છા પ્રગટે, એ જીવને ક્રમે કરીને ધર્મદાતા સદ્ગુરુની પાસે જઇને ધર્મશ્રવણ કરવાનું મન થાય અને સાંભળેલા ધર્મના સ્વરૂપ સંબંધી ચિન્તના અને મનન આદિ કરવાનું મન થાય, એ પણ શક્ય છે. આ બધી જે ઇચ્છાઓ પ્રગટે, એમાં જીવનો પોતાનો પુરૂષાર્થ તો છે જ; અને, એ પુરુષાર્થના બળે જીવના પરિણામની શુદ્ધિ પણ થયા જ કરે છે. એમ પરિણામની શુદ્ધિને સાધતે સાધતે જીવ અપૂર્વકરણને પણ પામી જાય છે. ધર્મશ્રવણ મોક્ષના ઉપાયને જાણવાના આશયે છે?
તમે બધા છેવટમાં છેવટ ગ્રન્થિદેશે તો આવી જ ગયેલા છો અને અહીં આવનારાઓ ધર્મશ્રવણના યોગને પણ પામેલા છે. હવે વિચાર તો એ જ કરવાનો છે કે-અહીં જે કોઇ શ્રવણ કરવાને માટે આવે છે, તે ધર્મનું જ શ્રવણ કરવાને માટે આવે છે કે નહિ ? શ્રવણ કરવાને માટે આવનારાઓ, ધર્મના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છાવાળા છે કે નહિ ? ધર્મના જ સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા, મોક્ષના ઉપાયના સ્વરૂપાદિને જાણવાની ઇચ્છા તરીકે જન્મેલી છે કે બીજા કોઇ આશયથી એ ઇરછા જન્મેલી છે ? એટલે, સંસારની નિર્ગુણતાનું તમને અમુક અંશે પણ સાચું ભાન થવા પામ્યું છે; સંસારની નિર્ગુણતાનું થોડુંક પણ સાચું ભાન થવાથી, તમને સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટ્યો છે; સંસાર પ્રત્યે અરૂચિનો ભાવ પ્રગટવાથી તમારામાં, સંસારથી વિપરીત એવો જે મોક્ષ-તે મને મળે તો સારું, એવી મોક્ષની રૂચિ થઇ છે; અને એથી તમે, તમારી