________________
૧૧૬
ચોદ મુસ્થાન ભાગ-૨ –––––------------------
આ કર્મગ્રન્થિ, જીવ માત્રને અનાદિકાલની હોય છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની સ્થિતિ ઘણે અંશે ઘટી જવાથી કર્મગ્રન્થિ ઉત્પન્ન થવા પામતી નથી, પણ પ્રગટ થવા પામે છે. જ્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની અથવા તો એથી અધિક હોય છે, ત્યાં સુધી તો એ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકતો નથી. એટલી બધી એ ગૂઢ હોય છે. જ્યારે જીવનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની સ્થિતિ ખપતે ખપતે એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ રહે છે અને એ એક કોટાકોટિ સાગરોપમમાંથી પણ એસાત કર્મોની સ્થિતિ જ્યારે એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ખપી જવા પામે છે, ત્યારે જ જીવ પોતાની એ કર્મગ્રન્થિને જાણવાને માટે પણ સમર્થ બની શકે છે. એટલી કર્મસ્થિતિ ખપી ગયેથી, બધા જ જીવો, પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે-એવું પણ બનતું નથી. પરન્તુ, જે જીવો પોતાની એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા સમજી શકે છે, તે જીવો પણ જો તે જીવોની કમસ્થિતિ એટલી હદ સુધીની ખપી જવા પામી હોય, તો જ પોતાની અનાદિકાલીન એવી એ કર્મગ્રન્થિને જાણી શકે છે અથવા તો સમજી શકે છે. જ્ઞાનીઓ માને છે કે-જીવની એટલી પણ કર્મસ્થિતિ જે ખપે છે, તે તેના પોતાના પરિણામથી જ ખપે છે, પણ એ પરિણામને એ જીવે કોઇ સમજપૂર્વક પેદા કરેલો હોતો નથી. જીવના ખાસ પરિશ્રમ વિશેષ વિના એ પરિણામ જીવમાં પેદા થઇ ગયેલો હોય છે. એટલા જ માટે, એ પરિણામને “યથાપ્રવૃત્તિકરણ' કહેવાય છે. નદીમાં અથડાતે-કૂટાતે પાષાણ જેમ સુન્દર આકારવાળો અને અતિશય લીસો આદિ બની જાય છે, તેમ જીવ પણ અથડાતે-કૂટાતે પોતપોતાને પ્રાપ્ત થતી અવસ્થાદિને અનુસાર ઉત્પન્ન થયા કરતા પરિણામના વશે, કર્મસ્થિતિની એટલી લઘુતાવાળો બની જાય છે.