________________
૧૧૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
ર્ભગ્રન્થિ કોને ધેવાય ?
આ વાત ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે-હવે તમારે કેવા પ્રકારનો પુરુષાર્થ કરવાનો છે. ગ્રન્થિદેશે આવેલ જીવોમાંથી જે જીવો સમ્યગ્દર્શન ગુણને પામનારા હોય છે, તે જીવો ગ્રન્થિને ભેદનારા બને છે. જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા ગ્રન્થિદેશે પહોંચાડનારી કર્મસ્થિતિની લઘુતાને પામે છે; અને, ગ્રન્થિદેશે. આવી પહોંચેલો જીવ જ્યારે અપૂર્વકરણવાળો બને છે, ત્યારે એ અપૂર્વકરણ દ્વારાએ એ જીવગ્રન્થિને ભેદનારો બને છે. કરણ એટલે શું? આત્માનો પરિણામ વિશેષ. આત્મા પોતાના પરિણામના બળે ગ્રન્થિને ભેદે છે, માટે પહેલાં “ગ્રન્થિ શું છે ?' એ તમારે સમજી લેવું જોઇએ. અને “ગ્રન્થિ શું છે ?” –એ સમજાશે એટલે એવી ગ્રન્થિને ભેદવાને માટે આત્મા કેવા પરિણામવાળો બનાવો જોઇએ, એની પણ તમને કલ્પના આવી શકશે. આ ગ્રન્થિને કર્મગ્રન્થિ પણ કહેવાય છે. ગાઢ એવા રાગ-દ્વેષનો જે આત્મપરિણામ, એ જ કર્મગ્રળેિ છે. જીવનું જે મોહનીય કર્મ, તે કર્મથી જનિત એવો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ હોય છે. આત્માના એ ગાઢ રાગ-દ્વેષના પરિણામને, જ્ઞાનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે, દર્શનાવરણીય કર્મની સહાય પણ મળેલી હોય છે અને અત્તરાય કર્મની સહાય પણ મળેલી હોય છે. મોહનીય નામના એક ઘાતી કર્મમાંથી જન્મેલો અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મ એ બાકીનાં ત્રણેય ઘાતી કમની સહાયને મેળવી ચૂકેલો એ ગાઢ રાગ-દ્વેષનો પરિણામ, અત્યન્ત દુર્ભેદ્ય હોય છે. ગ્રન્થિ એટલે ગાંઠ. જેમ રાયણ આદિ વૃક્ષોની ગાંઠ ખૂબ જ કર્કશ, ગાઢ, રૂઢ અને મૂઢ હોય અને એ કારણે એ ગાંઠને લાકડાં ચીરનારાઓ પણ મહા મુશીબતે ચીરી શકે છે, તેમ ગાઢ રાગ-દ્વેષના પરિણામ રૂપી કર્મજનિત એ