________________
ચૌદ ગુણસ્થાનક મા-૨
૧૧૫ જે ગાંઠ છે, તે કર્કશ, ગાઢ, રૂઢ અને ગૂઢ હોઇને, જીવથી મહા મુશ્કેલીએ ભેદી શકાય એવી હોય છે. ગાંઠને ચીરવા જેવો વ્યાપાર
સામાન્ય રીતિએ લાકડાં ચીરવાનો ધંધો કરનારાઓ પણ જ્યાં સુધી ગાંઠ આવે ત્યાં સુધી તો લાકડાને ચીર્યા કરે છે, પણ ગાંઠ આવે એટલે એ લાકડાને ચીરવાનું બંધ કરી દે છે. કેટલાકો ગાંઠને ચીરવાનો પ્રયાસ આદરે છે અને ગાંઠ ઉપર કુહાડા માર માર કરે છે, પણ કુહાડાના ઘા જોરદાર નહિ મારી શકાવાથી કુહાડો ગાંઠ સાથે અથડાઇ અથડાઇને જ્યારે પાછો પડ્યા કરે છે, ત્યારે કંટાળીને એ ગાંઠને ચીરવાનું કામ તેઓ છોડી દે છે. એમાં, એવા પણ ચીરનારાઓ હોય છે કે-પોતાના કુહાડાની ધારને અતિશય તીક્ષ્ણ બનાવી દઇને, ગાંઠ ઉપર તેઓ કુહાડાના એવા તો જોરદાર ઘા કરવા માંડે, કે જેવા જોરથી તેમણે કોઇ લાકડા 'ઉપર કુહાડાનો ઘા કર્યો હોય નહિ; અને, એમના એ જોરદાર ઘાથી ગાંઠ ચીરાઇ જાય પણ ખરી. કર્મગ્રન્થિને ભેદવાની બાબતમાં, લગભગ એવું જ બને છે. કર્મગ્રન્થિના દેશે પહોંચેલા આત્માઓમાં, કેટલાક આત્માઓ ત્યાં જ અટકી જાય છે અને છેવટ પાછા પડે છે. પાછા પડીને પણ પાછા તેઓ કર્મગ્રન્થિના દેશે આવે અને ગ્રન્થિદેશે આવીને કર્મગ્રન્થિને ભેદવાનો પુરૂષાર્થ કરે, એવા આત્માઓ પણ એમાં હોય છે. જ્યારે કેટલાક આત્માઓ એવા પણ હોય છે કે-જેઓ કર્મન્વિના દેશે આવીને, અનુકૂળતા પ્રાપ્ત થઇ જતાં એવા પુરુષાર્થશીલ બની જાય છે કે-તેઓ, કર્મગ્રન્થિને ભેધા વિના અને કર્મગ્રન્થિને ભેદીને પણ પોતાના સમ્યગ્દર્શન ગુણને પ્રગટ કર્યા વિના જપતા જ નથી. મૈગ્રન્થિ ઉત્પન્ન થતી નથી પણ પ્રગટે છે :