________________
ચોદ ગુણસ્થાન ભાગ-૨
૧૧૩
- - - સુખની જ ઇચ્છા હોવાથી, એ ધર્માચરણ કરતી વેળાએ પણ એ જીવોનું મિથ્યાત્વમોહનીય કર્મ ગાઢ બનતું જાય છે. સુખમાં પણ બેચેની :
આમ થતું હોવાથી, એ જીવો, પોતાને મળેલાં દેવગતિનાં સુખોને પણ સુખ ભોગવી શકતા નથી. અસંતોષ અને ઇર્ષ્યા આદિથી તેઓ બેચેની અનુભવ્યા કરે છે. એ જીવોનો સંસારના સુખનો રાગ કેવો ગાઢ હોય છે, એ જાણો છો ? એ જીવોને, ખુદ ભગવાન શ્રી જિનેશ્વરદેવો આદિ મહાપુરુષોનો યોગ થઇ જાય અને એ જીવોને એ પરમ તારકો આદિની દેશના સાંભળવાને પણ મળે, તો પણ એ જીવોનો સંસારનો રાગ જાય નહિ અને એ જીવોમાં મોક્ષનો રાગ પ્રગટે નહિ. શ્રી તીર્થંકરાદિની બદ્ધિ-સિદ્ધિને જોઇને એ અદ્ધિ-સિદ્ધિને પામવાનું એમને મન થાય અને એથી તેઓ શ્રી તીર્થંકરાદિકે કહેલાં મોક્ષસાધક ધર્મનાં અનુષ્ઠાનો ઉત્કટપણે પણ આચરવાને તત્પર બને-એવુંય બને; પણ, તેમને મોક્ષને પામવાનું મન થાય જ નહિ ! મોક્ષસાધક ધર્મને સેવતાં, એ ધર્મને સેવવાનું પીગલિક ફળ મેળવવાને માટે, એ જીવો મોક્ષ પ્રત્યેના પોતાના દ્વેષને તજે એ બને, પણ મોક્ષ પ્રત્યે રાગ તો એમનામાં પ્રગટે જ નહિ. મોક્ષતત્ત્વ જ એમને રૂચિકર નીવડે નહિ. આથી, એ જીવોની સ્થિતિ કેવી થાય ? જેમ કોઇ બિમાર માણસ રોગનાશક ઔષધનું સેવન કરવાની સાથે કુપથ્યનું પણ સેવન કરે, તો એ રોગનાશક ઔષધ પણ એ બિમારને માટે રોગને વિકરાળ બનાવનારું નીવડે, તેમ ધર્માચરણથી બંધાયેલા શાતાવેદનીયનો એમનો ભોગવટો, મહા અશાતાને પમાડનારી સ્થિતિમાં એ જીવોને મૂકી દે. એટલે, એ જીવોને દેવલોકમાંય વસ્તુતઃ સુખાનુભવ નહિ અને પરિણામે તેઓ મહા દુઃખને પામે. ---