________________
૧૧૨
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
– – – –– – એથી જેઓ કાલની પરિપક્વતાને પામ્યા નથી-એવા અભવ્ય જીવો, કાલની પરિપક્વતાને પામવા જોગી સ્વાભાવિક યોગ્યતા જેઓમાં છે અને એથી જેઓ કાલની પરિપક્વતાને નિયમો પામવાના છે, પણ હજુ જેઓ કાલની પરિપક્વતાને પામ્યા નથી એવા દુર્ભવ્ય જીવો, અને કાલની પરિપક્વતાને પામવાં છતાં પણ જે જીવો હજુ મોક્ષની ઇચ્છાને પામ્યા નથી-એવા ભવ્ય જીવો, એ જીવોને યથાપ્રવૃત્તિકરણ નામના આત્મપરિણામ દ્વારાએ, ગ્રન્થિદેશે. આવવા જોગી કર્મસ્થિતિની લઘુતા પ્રાપ્ત થઇ શકે છે; અને એ જીવો, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પણ પામી શકે છે. એમાંના ભવ્ય જીવો, કે જેઓ મોક્ષની ઇચ્છાને પામી જાય છે, તેઓની વાત જુદી છે; પરન્તુ એ સિવાયના જે અભવ્યાદિ જીવો તે જે ધર્માચરણ કરે છે, એથી તેઓને પુણ્યનો બંધ જરૂર થાય છે, પણ એ પુણ્યબળેજા વખાણવાને પાત્ર નથી હોતો. એ જીવો પુણ્યને ઉપાર્જી શકે છે અને એ પુણ્યના ઉદય યોગે તેઓ દેવલોકનાં સુખોને પણ પામી શકે છે. એ જીવોમાંના કેટલાક જીવો તો એટલા બધા પુણ્યને ઉપાર્જી શકે છે, કે જે પુણ્યના બળે તેઓ દેવગતિમાં પણ મિથ્યાદ્રષ્ટિ જીવ પામી શકે ત્યાં સુધીના અહમિન્દ્રપણાનેય પામી શકે છે; અર્થાત-તેઓ છેક નવમા ગ્રેવેયક સુધી પણ પહોંચી શકે છે. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણ માત્રથી પણ, દેવગતિનાં એટલી હદ સુધીનાં સુખો પણ જીવને પ્રાપ્ત થઇ જાય -એ શક્ય છે; પણ, એ પ્રાપ્તિ વિવેકી જીવને લલચાવી શકતી નથી. મોક્ષને માટે જ ઉપદેશાવેલાં એ અનુષ્ઠાનોનું, એટલી હદ સુધી આચરણ કરવા છતાં પણ, એ આચરણ કરનારા જીવમાં મોક્ષની ઇચ્છા જન્મે નહિ, એ નાની સૂની વાત છે ? એમ બને,
ત્યારે સમજવું જોઇએ કે-મિથ્યાત્વમોહનીયના ગાઢપણાનો એ પ્રતાપ છે; તેમ જ, મોક્ષની ઇચ્છા નહિ હોવાથી અને સંસારના