________________
૧૧૦
ચૌદ ગુણસ્થાનક માર્ગ-૨ – – – – – – – – – – – – – – – – –– પુદ્ગલપરાવર્ત કાલની અંદર અંદર જ થઇ જવાની છે, એ જીવને મોક્ષને પામવાની ઇચ્છા થઇ શકે છે. એક પુગલપરાવર્ત કાલ કે એ કાલથી અધિક કાલ પર્યન્ત જે જીવને સંસારમાં પરિભ્રમણ કરવાનું હોય છે, તે જીવને તો મોક્ષને પામવાની ઇચ્છા પણ થતી નથી. મોક્ષની ઇચ્છા પેદા થઇ શકે, તો તે ચરમાવર્ત કાલને પામેલા જીવમાં જ પેદા થઇ શકે છે. મોક્ષની ઇચ્છા પ્રગટ્યા પછીથી પણ, તરતમાં જ ગ્રન્થિભેદ થઇ જાય અને સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ થઇ જાય, એમ માની લેવાનું નથી. મોક્ષની ઇચ્છા પ્રગટી હોય, તે છતાં પણ જીવનો સંસાર-પરિભ્રમણનો કાલ જ્યારે અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ કાંઇક ન્યૂનપણાને પામે છે, ત્યારે જ એ જીવ ગ્રન્થિભેદ કરી શકે છે. અર્ધ પુદ્ગલપરાવર્ત કાલથી પણ ઓછા કાલના સંસાર-પરિભ્રમણવાળો જીવ જ, પોતાની ગ્રન્થિને ભેદી શકે છે અને સમ્યગ્દર્શનાદિને પામી શકે છે. એટલે, ગ્રન્થિભેદ થવામાં કાલની પરિપક્વતાની અપેક્ષા પણ રહે છે જ. “મોક્ષની ઇચ્છા નથી માટે અભવ્ય કે દુર્લભ છે.” -એવું કહી શાય નહિ?
જે જીવમાં પોતાના મોક્ષની ઇચ્છા જન્મ-એ જીવ ચરમાવર્તને પામેલો છે; અને, જે જીવ ગ્રન્થિભેદ કરી શકે એ જીવ ચરમાઈ પુગલપરાવર્તથી પણ ઓછા કાલમાં મોક્ષને પામવાનો છે-એમ નિશ્ચિતપણે કહી શકાય; પરન્તુ, એવા પણ ભવ્ય જીવો હોય છે, કે જે જીવો ચરમાવર્ત કાલને અથવા તો ચરમાર્થ પુદ્ગલપરાવતી કાલને પામેલા હોય અને તેમ છતાં પણ તેમને મોક્ષની ઇચ્છા જન્મી ન હોય અને તેમને કદાચ મોક્ષની ઇચ્છા જન્મી પણ હોય, તો પણ તેમણે ગ્રન્થિનો ભેદ કર્યો ન હોય. આમ છતાં પણ એ જીવો, છેવટ એ કાલના અન્તિમ ભાગે પણ મોક્ષની ઇચ્છાને પામવાના, ગ્રન્થિભેદ કરવાના, સમ્યગ્દર્શનાદિ ગુણોને પામવાના