________________
૧૦૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિદેશે પહોંચવા જોગી અવસ્થા, એ કાંઇ એવી અવસ્થા નથી કે-જે કોઇ જીવ એ અવસ્થાને પામે અને એ અવસ્થાને પામીને એ અવસ્થાએ એ અવસ્થાની કાલમર્યાદા સુધી ટકી પણ રહે, તે જીવ પ્રગતિ જ કરે. સમ્યગ્દર્શન ગુણની વાત જુદી છે. સમ્યગ્દર્શન ગુણ એ એવો ગુણ છે, કે જે ગુણને પામેલો જો એ ગુણને વમે નહિ અને એ ગુણમાં ટક્યો જ રહે, તો એ નિયમા પ્રગતિને સાધનારો બને; જ્યારે ગ્રન્થિદેશની અવસ્થા એ એવી અવસ્થા નથી. ગ્રન્થિદેશે આવેલો જીવ, વધુમાં વધુ અસંખ્યાત કાલ સુધી ગ્રન્થિદેશે ટકી રહે એ બને, પણ એટલા કાલ પર્યન્ત ગ્રન્થિદેશે બરાબર ટકી રહેલો જીવ પ્રગતિ જ સાધે, એવો નિયમ નહિ. અસંખ્યાત કાલ સુધી ગ્રન્થિદેશે ટક્યા પછીથી પણ એ જીવ પાછો પડે અને ગ્રન્થિદેશ યોગ્ય કર્મસ્થિતિથી અધિક કર્મસ્થિતિને એ ઉપાર્જ, તો એ શક્ય છે. અથવા તો, એમ પણ કહી શકાય કે-ગ્રન્થિદેશે આવેલો જીવ જો પુરૂષાર્થ કરી શકે નહિ અને એથી પ્રગતિ સાધી શકે નહિ, તો એ જીવ છેવટમાં છેવટ અસંખ્યાત કાલે તો પાછો પડ્યા વિના રહે જ નહિ. એટલે, આ અવસરે તમારે ખાસ સાવધ બની જવા જેવું છે. અહીંથી પીછેહઠ પણ શક્ય છે :
વળી, ગ્રન્થિદેશે આવેલો જીવ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ, એવો નિયમ નથી. ગ્રન્થિદેશે આવવા છતાં પણ જીવ, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનેય પામી શકે નહિ તો એ બનવાજોગ છે. નિયમ એ છે કે-શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુતચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનાય આંશિક પ્રકારને પણ તે જ જીવ પામી શકે છે કે જે જીવ ગ્રન્થિદેશે આવેલો હોય. જ્ઞાનીઓના આવા કથનના આધારે જ, આપણે એ વાત નક્કી કરી કે શ્રી