________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૧૦૫
———
માનતા હો, તો તમને શું શું મળ્યું છે, કે જેનાથી તમે તમને ભાગ્યશાલી માનો છો ? અથવા તો, તમને શું શું મળે, તો તમે તમને ભાગ્યશાલી માની લો ? આજે તમે શ્રીમન્ત હો કે ન હો, તમને આજે જ્યાં-ત્યાં આદર મળતો હોય કે અનાદર મળતો હોય અને સ્ત્રી-સંતાનાદિ તમારો પરિવાર તમને અનુકૂળ હોય કે ન હોય, તો પણ તમે ભાગ્યશાલી છો, એમ અમે તો જ્ઞાનિઓના વચનાનુસારે કહીએ છીએ; અને એથી જ, તમારી એ સાચી અને સારી ભાગ્યશાલિતા તમારા ધ્યાન ઉપર આવે-એવું કરવાની અમે મહેનત કરીએ છીએ. અમારી અભિલાષા એ છે કે-તમારી જે મોટામાં મોટી ભાગ્યશાલિતા છે, તે તમારા પોતાના ધ્યાનમાં આવે; અને એથી તમે તમને સાંપડેલી એ ભાગ્યશાલિતાને સફ્લ બનાવનારા નીવડો ! ક્સસ્થિતિની લઘુતા આદિ રૂપ તમારી ભાગ્યશાલિતા :
તમને જૈન કુળ તમારા પુણ્યના ઉદય યોગે મળી જવા પામ્યું છે. એ જ તમારી મોટામાં મોટી ભાગ્યશાલિતા છે. જૈન કુળમાં જન્મ પામવાના યોગે, તમને દેવ તરીકે પૂજવાને માટે શ્રી વીતરાગ પરમાત્માને પૂજવાનો યોગ મળી ગયો છે; ગુરુ, તરીકે સેવવાને માટે પણ તમને નિગ્રન્થ સદ્ગુરુઓનો યોગ મળી ગયો છે; અને, તમે જે કાંઇ ધર્માચરણ કરો તે પ્રાયઃ શ્રી જિનશાસને ઉપદેશેલું ધર્માચરણ કરો એવો ધર્મનો યોગ પણ તમને મળી ગયો છે. તમે આટલું પામ્યા છો, એથી એટલું તો સુનિશ્ચિતપણે કહી શકાય તેમ છે કે-તમે ગ્રન્થિદેશે તો અવશ્ય આવેલા છો ! તમારામાંના અમુક અમુક જીવો ચોથા ગુણસ્થાનકને અગર તો પાંચમા ગુણસ્થાનકને પણ પામેલા હોય, તો એય બનવાજોગ છે; તમે ચોથા ગુણસ્થાનકને અગર પાંચમા ગુમસ્થાનકને પામેલા નથી જ, એવું કહેવાનો આશય નથી; જે કોઇ ચોથા કે પાંચમા