________________
૧૦૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ આ વાતને લક્ષ્યમાં રાખીને, તમારે ખરો વિચાર તો એ કરવા જેવો છે કે- “આપણે કેટલા બધા ભાગ્યશાલી છીએ ?' તમે કદાચ સમ્યગ્દર્શનાદિ ગુણોને ન પામેલા હો-એ બનવાજોગ છે, પણ તમે ગ્રન્થિદેશે તો અવશ્ય પહોંચેલા છો ! તમારાં કર્મ કદાચ ગમે તેટલાં જોરદાર હોય, પરન્તુ તમારા કોઇ કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ જેટલી કે એથી અધિક નથી જ અને તમારાં બધાંય કર્મોની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી ન્યૂના જ છે. આ ઉપરાન્ત, નવાં સંચિત થતાં પણ તમારા કર્મો, એક કોટાકોટિ સાગરોપમથી અધિક સ્થિતિવાળાં હોઇ શકતાં જ નથી. આ તમારી જેવી-તેવી ભાગ્યશાલિતા નથી જ, પરન્તુ ભાગ્યશાલી એવા તમારે એ વિચાર કરવો જોઇએ કે- “અમારી આ ભાગ્યશાલિતા સક્લ કેમ નીવડે ?' કોઇ પણ પ્રકારની ભાગ્યશાલિતા, એ સદ્ય નીવડી-એવું ક્યારે કહી શકાય ? પોતાને પ્રાપ્ત થયેલી ભાગ્યશાલિતા દ્વારા જીવ જ્યારે પોતાની અધિકાધિક ભાગ્યશાલિતાને સંપાદિત કરે, ત્યારે જ એમ કહી શકાય કે-પોતાની ભાગ્યશાલિતાને એ જીવે સક્લ બનાવી. તમારી ભાગ્યશાલિતાને પિછાનો :
આપણી વાત તો એ હતી કે-આજે તમારામાંના ઘણાઓ જેમાં જેમાં ભાગ્યશાલિતા માને છે, તેમાં તેમાં તો પ્રાયઃ મિથ્યાદ્રષ્ટિઓ પણ પોતપોતાની ભાગ્યશાલિતાને માને છે; અને, એ માટે આપણે સુરસુન્દરીને યાદ કરી. સુરસુન્દરીની નજર ધનાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી અને શ્રીમતી મદનાસુન્દરીની નજર વિનયાદિક ઉપર કેન્દ્રિત થયેલી હતી; એટલે, સુરસુન્દરીએ પુણ્યથી ધનાદિક મળે છે-એવો જવાબ આપ્યો અને શ્રીમતી મદનાસુન્દરીએ પુણ્યથી વિનયાદિકની પ્રાપ્તિ થાય છે-એવો જવાબ આપ્યો. એવી જ રીતિએ, તમે જે તમને પોતાને ભાગ્યશાલી