________________
૧૦૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ – – – – – – – – – – – – – – – – એ પાદના “ન' તરીકે પામી શકતો નથી. જ્ઞાનિઓના આ કથન ઉપરથી ફલિત થાય છે કે જેન કુળોમાં જે આત્માઓ જન્મ પામે છે, તેઓ પ્રાયઃ ગ્રન્થિદેશને પામવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હોય છે. જે જેન કુળો જેન આચારની અને જેના વિચારની દ્રષ્ટિએ હીનમાં હીન કોટિનાં બની જવા પામ્યાં હોય, છતાં પણ એ કુળોમાં જો શ્રી નવકાર મંત્રનું સ્મરણાદિ ચાલુ હોય, તો એવાં પણ કુળોમાં પ્રાયઃ એવા જ આત્માઓ જન્મને પામે, કે જે આત્માઓની કર્મસ્થિતિ ગ્રન્થિદેશને પામવા જોગી લઘુતાને પામેલી હોય. જે કોઈ જીવ “નમો અરિહંતાણં' બોલવાના આશયથી “ન’ પણ બોલી શકે, એ જીવ કર્મસ્થિતિની એટલી લઘુતાને પામેલો છે, એટલું તો જ્ઞાનિઓના કથનાનુસારે નિશ્ચિતપણે કહી શકાય. ઉપરાન્ત, જ્યાં સુધી જીવ “નમો અરિહંતાણં' એટલું માત્ર પણ બોલી શકે છે અગર “નમો અરિહંતાણં' બોલવાના આશયે “ન’ ને પણ બોલી શકે છે, ત્યાં સુધી એ જીવ, ગમે તેટલી ઉત્કટ કોટિના પાપવિચારોમાં અને ગમે તેટલી ઉત્કટ કોટિના પાપાચારોમાં રક્ત બનેલો હોય તો પણ, તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો પૈકીના કોઇ પણ કર્મનો એવા રૂપનો સંચય કરતો જ નથી, કે જે કર્મની સ્થિતિ એક કોટાકોટિ સાગરોપમની હોય અથવા તો એથી અધિક હોય ! એનો અર્થ એ છે કે-એ જીવમાં અશુભ પરિણામો એવા તીવ્ર ભાવે પ્રગટતા જ નથી, કે જેથી એ જીવને કોઇ પણ કર્મ એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિનું કે એથી અધિક સ્થિતિનું બંધાય. શ્રી નવકાર મન્સની પ્રાપ્તિ જેન કુળોમાં સામાન્ય રીતેએ સુલભ ગણાય, એટલે જૈન કુળમાં જન્મ પામનારા આત્માઓને અંગે વાત કહી; બાકી તો, જે કોઇને પણ શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થાય, તેની કર્મસ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની હોય તો પણ, તે કર્મસ્થિતિ એક કોટાકોટિ સાગરોપમથી પણ કાંઇક ન્યૂન જ હોય; અને, એ જીવ જે જે કર્મોને ઉપાર્જે, તે તે કર્મોની પણ જો