________________
૧OO
થાક ભાવ- ૨
નદી-ઘોલ-પાષાણ જાયે થતી કર્મસ્થિતિની લઘુતા ?
ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતા, જીવને, પોતાના ઇરાદા પૂર્વના પુરુષાર્થ વિશેષથી જ પ્રાપ્ત થાય છે –એવું નથી . પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાને, જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ નદી-ઘોલ-પાષાણ ન્યાયે પામે છે. એટલે કે-એથી અધિક કર્મસ્થિતિની જે ક્ષય જઇ જવા પામે છે, તે ક્ષય યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ નદી-ઘોલ-પાષાણ ન્યાયે થાય છે. નદીઓમાંથી કેટલીક વાર બહુ જ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણો મળી આવે છે. એ પાષાણોને, એવો સુદર આકાર કોઇ કારીગરે આપેલો હોતો નથી; અથવા તો, એ પાષાણોને કોઇ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હોતું નથી. આમથી તેમ અથડાતે-કૂટાતે જ એ પાષાણો એવા સુન્દર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવો આકાર આપવાની સાથે એવું લીસાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તો નથી જ; જ્યારે કુદરતી રીતિએ એ પાષાણો અથડાતે-કૂટાતે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મસ્થિતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતિએ યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મસ્થિતિ ખાતે ખપત થઇ જવા પામે છે; અને, એ જ કારણ છે કે-અભવ્ય જીવો અને દુર્ભવ્ય જીવો પણ ગ્રન્થિદેશ સુધી પહોંચી શકે છે. વળી ગ્રન્થિદેશને પામેલા જીવો પણ પુનઃ કર્મસ્થિતિની ગુરુતાને પામતા જ નથી, એવું પણ નથી. આટલી મૈલઘુતા પણ મહત્વની
ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતાને જેમ ભવ્ય જીવો પામી શકે છે, તેમ દુર્ભવ્ય જીવો પણ પામી શકે છે અને