________________
૯૯
ચૌદ વણસ્થાન ભાગ-૨ મૈસ્થિતિ ઘટ્યા વિના ગ્રન્થિદેશે પહોંચાય નહિ ?
છે તમારી રાશિ બીન
અનાદિકાલથી કર્મસત્તાનથી વેષ્ટિત જનુને પણ જો દુર્લભ એવું સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તો તે કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે સમજવા જેવું છે. જે જીવો દુર્લભ એવા સમ્યગ્દર્શન ગુણને પામે છે, તે જીવોને માટે સૌથી પહેલું જે બને છે, તે એ બને છે કેતેઓનાં કર્મોની સ્થિતિ ખૂબ જ ઘટી જવા પામે છે. એમાં, આયુષ્યકર્મ સિવાયનાં સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ ખપીને ઘટી જવા પામે છે અને એ સાતેય પ્રકારનાં કર્મોની સ્થિતિ ઘટીને એટલી હદ સુધી ઘટી જાય છે કે એ સાતમાંનું કોઇ પણ કર્મ, એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિથી અધિક સ્થિતિનું તો રહેવા જ પામતું નથી; અને, જે એક કોટાકોટિ સાગરોપમ જેટલી કર્મની સ્થિતિ શેષ રહી, તે સ્થિતિમાંથી પણ થોડીક સ્થિતિ, એટલે કેએક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામે છે. પોતાની કર્મસ્થિતિની આટલી હદ સુધીની લઘુતાને પામેલા જીવને, ગ્રન્થિદેશને પામેલો જીવ કહેવાય છે. એટલે કે-જ્યાં સુધી જીવનાં આયુષ્યકર્મ વિનાનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલથી અધિક કાલની જે સ્થિતિ, તે સ્થિતિ ખપી જવા પામતી નથી અને એટલી સ્થિતિ ખપી ગયા પછીથી પણ બાકી રહેલી જે એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ, તે સ્થિતિમાંથી પણ જ્યાં સુધી એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતી નથી, ત્યાં સુધી તો જીવ ગ્રન્થિદેશને પણ પામતો નથી. સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે જે ગ્રન્થિને ભેદવી એ અનિવાર્ય છે, તે ગ્રન્થિના દેશ સુધી પણ એ જીવ પહોંચી શકતો નથી, કે જે જીવની કર્મસ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની છે અગર તો તેથી અધિક કાલની છે.