________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ આઠ પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિનું અને જઘન્યમાં જઘન્ય સ્થિતિનું પ્રમાણ :
અનાદિ કાલથી જીવ જે કર્મસત્તાનથી વેષ્ટિત છે, તે કર્મ આઠ પ્રકારનું છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અત્તરાય-એ, કર્મના આઠ પ્રકારો છે. આ આઠ પ્રકારનાં કર્મોનાં નિમિત્તો છ છે. એકમિથ્યાત્વ, બીજું-અજ્ઞાન, ત્રીજું-અવિરતિ, ચોથું-પ્રમાદ, પાંચમુંકષાય અને છઠું-ચોગ. મિથ્યાત્વ આદિ આ છ નિમિત્તોથી, જીવને પ્રાયઃ પોતપોતાના પરિણામ દ્વારાએ કર્મનો બંધ થાય છે. મિથ્યાત્વાદિના નિમિત્તથી એક પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઇ શકે છે અને જઘન્ય સ્થિતિવાળું પણ હોઇ શકે છે. તીવ્ર એવો જે અશુભ પરિણામ, તે પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. આઠ પ્રકારનાં કર્મોમાં, દરેકે દરેક પ્રકારના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન નર્થી હોતી, પણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય-એ ચાર પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે,
જ્યારે મોહનીય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે. બાકી રહ્યાં જે નામ, ગોત્ર અને આયુષ્ય, તેમાં નામકર્મની અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે અને આયુષ્યકર્મની સ્થિતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોઇ શકે છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કોટિની પણ હોઇ શકે છે, તેમ જઘન્થમાં જઘન્ય કોટિની પણ હોઇ શકે છે. તેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠ પ્રકારનાં કર્મોમાં, વેદનીય કર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ બાર