________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
– રાગ અને એ દ્વેષ ઉપરના આવા પ્રકારના દ્વેષના ચિત્તનાદિમાંથી આત્મામાં એ રાગ-દ્વેષને તોડી નાખવાનો જે અપૂર્વ પરિણામ પ્રગટે, તે અપૂર્વકરણ કહેવાય છે; અને, એ અપૂર્વકરણથી ગાઢ રાગ-દ્વેષની ગાંઠ ભેદાઇ ગયા વિના રહેતી નથી. તમને લાગે છે કે-સંસારના સુખ ઉપરના રાગે અને એ રાગે જન્માવેલા દુખના દ્વેષે આત્માનું ઘણું ઘણું બગાડ્યું છે ? એ રાગ-દ્વેષ ભૂંડા લાગે એટલે અપૂર્વકરણ સહેલાઇથી પ્રગટી શકે.
૨. સચદત્તની પ્રાપ્તિનો દમ
અનાદિક્ષ્મસન્તાનથી વેષ્ટિતપણું ?
આ જગત્ અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગત્ અનન્તકાલીન પણ છે. આ જગત ક્યારેય અસ્તિત્વમાં નહોતું-એવું પણ બન્યું નથી અને આ જગત્ ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય-એવું બનવાનું પણ નથી. અનાદિ અને અનન્ત એવા આ જગમાં “જીવ” અને “જs” એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે; એથી જગતના એકે એક પદાર્થનો કાં તો જીવમાં અને કાં તો જડમાં સમાવેશ થઇ જાય છે. જs એવાં કર્મોના જીવની સાથેના યોગથી સંસાર છે અને જીવ જ્યારે જડના એ સંયોગથી સર્વથા મુક્ત બની જાય છે, ત્યારે એ જીવ સંસારથી મુક્ત બની ગયો, એમ કહેવાય છે. જીવને સંસારી રાખનારો, જીવને સંસારી બનાવ્યું રાખનારો જે જગનો સંયોગ છે, તે જડ કર્મસ્વરૂપ છે. કર્મ જડ છે, પણ જીવ માત્રને જડ એવા કર્મનો સંયોગ અનાદિકાલથી છે; અને , જડસ્વરૂપ કર્મના એ સંયોગથી જ જીવનો સ્વભાવ આવરાયેલો છે. જીવની સાથેનો કર્મનો સંયોગ અનાદિકાલીન હોવા છતાં પણ, કોઇ જ કર્મ વિશેષનો સંયોગ કોઇ પણ જીવને