________________
૯૮
ચૌદ મણસ્થાનક ભાગ-૨
મુહૂર્ત માત્રની હોય છે, નામકર્મ અને ગોત્રકર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત માત્રની હોય છે, જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુષ્ય અને અત્તરાયએ પાંચ પ્રકારનાં કર્મો, એ કર્મોની જઘન્યમાં જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની હોય છે. અત્રે એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે-શુભાશુભ પરિણામ દ્વારાએ થતા કર્મબંધને અંગેની જ આ વાત છે, પણ કેવલજ્ઞાનિઓને જે યોગપ્રત્યચિક બંધ થાય છે, તે બંધને અંગેની આ વાત નથી. સમજીને તળજીવાળા બનો :
મિથ્યાત્વાદિના નિમિત્તે, આત્માના પરિણામ દ્વારા, પરિણામની શુભાશુભતાથી શુભાશુભ કર્મનો જે સંચય થાય છે, તે કર્મસંચયમાં પરિણામની તીવ્રતા કે મદતાને કારણે કયા કયા કર્મની કેટલી કેટલી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હોઇ શકે છે અને કેટલી કેટલી જઘન્થમાં જઘન્ય સ્થિતિ હોઇ શકે છે, તેનો તમને
ખ્યાલ તો આવ્યો ને ? મોહનીય કર્મ સીત્તેર કોટાકોટિ, સાગરોપમની સ્થિતિવાળું પણ બંધાઇ શકે અને અન્તર્મુહૂર્ત માત્રની સ્થિતિવાળું પણ બંધાઇ શકે. આ બધાને સમજીને, કરવું એ જોઇએ કે-અશુભ પરિણામ પ્રગટે નહિ એની કાળજી રાખવી તથા અશુભ પરિણામ પ્રગટે તો પણ તે તીવ્ર બને નહિ એની કાળજી રાખવી; અને, શુભ તથા શુદ્ધ પરિણામ બન્યા રહે એની કાળજી રાખવી તેમજ શુભ તથા શુદ્ધ પરિણામને ખૂબ ખૂબ તીવ્ર બનાવવાનો પ્રયત્ન કર્યા કરવો. આત્મા જેમ જેમ ગુણસમ્પન્ન બનતો જાય છે, તેમ તેમ તેને કર્મનો બંધ શુભ રૂપમાં થવાનું વધતું જાય છે અને અશુભ રૂપમાં થવાનું ઘટતું જાય છે; તેમ જ, તેની નિર્જરાનું પ્રમાણ પણ વધતું જાય છે.