________________
ચૌદ ગુણસ્થાન ભાગ-૨
૧૦૧ અભવ્ય જીવો પણ પામી શકે છે; છતાં પણ, કર્મસ્થિતિની એટલી લઘુતા થવી, એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કારણ કે ભવ્યા જીવો પણ ગ્રન્થિને ભેદવાનો પુરુષાર્થ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. બીજી વાત એ પણ છે કે ભગવાન શ્રી. જિનેશ્વરદેવોએ માવેલો જે મૃતધર્મ છે અને ચારિત્રધર્મ છે, તે ધર્મને દ્રવ્યથી પણ તે જ આત્માઓ પામી શકે છે, કે જે આત્માઓ ગ્રન્થિદેશે પહોંચવા જોગી કમીસ્થિતિની લઘુતાને પામેલા હોય. શ્રી જિનશાસને ઉપદેશેલા ધૃતધર્મની અને ચારિત્રધર્મની આંશિક પણ આચરણા કરી રહેલા જીવોને માટે, એટલું તો નિશ્ચિત જ કે-એક આયુષ્યકર્મ સિવાયનાં તે જીવોનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોની સ્થિતિ ઘણી જ ક્ષીણ થઇ જવા પામેલી છે અને એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણ એવી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની સ્થિતિથી અધિક સ્થિતિ તે જીવોના કોઇ પણ કર્મની નથી. એટલું જ નહિ, પરંતુ જ્યાં સુધી જે જીવ શ્રી જિનશાસને
માવેલા શ્રુતધર્મને અને ચારિત્રધર્મને અંશે પણ આચરી શકે છે, ત્યાં સુધી તે જીવ જ્ઞાનાવરણીયાદિ જે કર્મોને સંચિત કરે છે, તે કર્મોની સ્થિતિ પણ એથી અધિક હોઇ શકતી નથી. અર્થાતુએક પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણ એવી એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની સ્થિતિથી જરા પણ અધિક સ્થિતિવાળા કોઇપણ કર્મને ઉપાર્જનારો એ જીવ બનતો નથી. પ્રન્થિદેશને નહિ પામેલો શ્રી નવકરનેય પામી શકે નહિ?
પરમ ઉપકારી મહાપુરુષો ત્યાં સુધી માને છે કે- જ્યાં સુધી જીવ ગ્રન્થિદેશે આવવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામતો નથી, ત્યાં સુધી તો જીવ શ્રી નવકાર મહામત્રને અથવા તો શ્રી નવકાર મહામન્ત્રના “નમો અરિહંતાણં' એવા પહેલા પાકને અથવા તો “નમો અરિહંતાણં' એ પાદના “ન' ને પણ “નમો અરિહંતાણં