________________
૮૨
ચૌદ ગુણસ્થાનક -૨
અધ્યવસાયના કાળના સંખ્યાતા ભાગના સમય પસાર થયા પછી સત્તામાં રહેલી મિથ્યાત્વની સ્થિતિ અંતઃ કોટાકોટી સાગરોપમની રહેલી છે તેના ત્રણ વિભાગ (ભાગ) કરે છે. પહેલી સ્થિતિ એક અંતર્મુહૂર્તની કરે છે જે અનિવૃત્તિના કાળ રૂપે ભોગવીને નાશ કરશે. બીજી સ્થિતિ (ભાગ) એક અંતર્મુહૂર્તની કરે છે જે વચલી સ્થિતિ કહેવાય છે અને ત્રીજી સ્થિતિ (ભાગ) અંતઃકોટાકોટી સાગરોપમની રાખે છે. હવે આ જીવ પહેલી સ્થિતિમાં રહેલો એટલે અનિવૃત્તિકરણના કાળમાં રહેલો સમયે સમયે મિથ્યાત્વના. પુગલોને ઉદયમાં લાવીને ભોગવતો જાય છે એની સાથે સાથે બીજી વચલી સ્થિતિ એક અંતર્મુહૂર્તની સત્તામાં રહેલી છે તેમાંથી જે સ્થિતિના પુદ્ગલોનો કાળ ઘટી શકે એમ હોય તે પુલોની સ્થિતિને ઘટાડી ઘટાડીને પહેલી સ્થિતિમાં લાવી લાવીને સમયે સમયે ભોગવતો જાય છે. અને એટલા પુદ્ગલો બીજી સ્થિતિમાંથી ખાલી કરતો જાય છે. હવે વચલી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદગલોની સ્થિતિ ઘટીને પહેલી સ્થિતિમાં આવે એમ નથી એ પુદ્ગલોની સ્થિતિ વધારી વધારીને પાછળની ત્રીજી સ્થિતિમાં નાખે છે એટલે એ પુગલોને વચલી સ્થિતિમાંથી ઉઠાવીને ત્રીજી સ્થિતિવાળા બનાવે છે. આ ક્યિા જીવ સમયે સમયે કરતો જાય છે. આ ક્રિયા કરતાં કરતાં પહેલી સ્થિતિની એટલે અનિવૃત્તિકરણ કાળની બે આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી સ્થિતિ એટલે બીજી સ્થિતિમાંના મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ખાલી કરવાના હતા તેમાંથી પાછલી ત્રીજી સ્થિતિમાં એ પુદ્ગલો નાંખતો હતો તે હવે ત્રીજી સ્થિતિમાં નાખવા માટેના એકેય પુદ્ગલો રહેતા નથી એટલે વચલી સ્થિતિમાં ત્રીજી સ્થિતિમાં જવાલાયક કર્મ હવે રહ્યું નથી. માત્ર પહેલી સ્થિતિમાં લાવી શકાય એવા મિથ્યાત્વના પુદ્ગલો રહેલા છે. આ બે આવલિકા બાકી રહેલ કાળને જ્ઞાની ભગવંતો આગાલ વિચ્છેદ કાળ કહે છે. ત્યાર પછી સમયે સમયે પહેલી