________________
૮૯ ——–
-
—
—
—
ચૌદ ગુણસ્થાન ભાગ-૨ યથાપ્રવૃત્તિ કરણ જોઇએ ! અને સંસાર ખરાબ છે, આનાથી છૂટવું જોઇએ, એમ લાગ્યા વિના શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે નહિ. ગ્રંથિદેશે આવેલો જીવ જ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામી શકે અને ગ્રંથિદેશે પણ જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ આવે છે, પણ એ યથાપ્રવૃત્તિ કરણ ઉપયોગપૂર્વકનું કે જીવના પુરુષાર્થપૂર્વકનું શુદ્ધ ગણાતું નથી. એવા યથાપ્રવૃત્તિકરણથી નદીઘોલ પાષાણ ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની અન્તઃ કોટાકોટિ સ્થિતિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલો ગણાય. પણ ગ્રંથિદેશે. આવેલા જીવે જો આગળ વધવું હોય, તો એ માટે એની આંખ સંસારના સુખ ઉપરથી ઉઠવી જોઇએ. ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચોંટેલી ને ચોંટેલી હોઇ શકે અને માટે જ અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી શકે છે. હવે તો ગ્રંથિદેશથી આગળ વધવું છે અને એ માટે જીવે સંસારના સુખા ઉપર આંખ બગાડવી જોઇએ. આ સુખમાં મારો વિસ્તાર કરવાની તાકાત નથી, એમ થવું જોઇએ. આ સુખમાં લીન બનવાથી વિસ્તાર તો ન થાય, પણ સંસારમાં વધારે ને વધારે ખૂંપી જવાય, એમાં જીવને થવું જોઇએ. શુદ્ધ યથાપ્રવૃત્તિક્રણ અપૂર્વક્રણને લાવે ?
આપણે એ વિચાર કરવો જોઇએ કે આપણને સંસારનું સુખ લાગે છે કેવું? સંસારનું કોઇ પણ સુખ મળે તો તે પુણ્યથી મળે. જીવના પોતાના પુસ્યોદય વિના જીવને સંસારનું સુખ મળતું જ નથી. અત્યારે જીવની જે સ્થિતિ છે, તેમાં એ સુખ મીઠું લાગી જાય એવું પણ બને. એનાથી કામચલાઉ શાન્તિનો અનુભવ થાય એવુંય બને છે. માન-પાન વગેરે મળે, એ પણ સુખ છે ને ? એ ગમી જાય એવુંય બને ને ? પણ, એ જ વખતે હૈયે એમ લાગે છે ખરું કે- “આ ઠીક નથી ? આનાથી મારો વિસ્તાર નથી ? આને