________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
- ૯૧
દેશવિરતિનો પરિણામ એ જુદી ચીજ. એ જ રીતિએ સખ્યત્વનો પરિણામ એ પણ જુદી ચીજ. અહીં આપણે જે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આદિ કરણોની વાત કરીએ છીએ, તે પરિણામની વાત છે. કરણ એટલે આત્માનો પરિણામ. લોક તો સામાન્ય રીતિએ ક્યિા જૂએ. લોક અમને આ વેષ અને આ ક્રિયા વગેરેમાં જોઇને સાધુ કહે. તમે અણુવ્રતાદિ ઉચ્ચરો એ વગેરેથી તમને લોક દેશવિરતિધર કહે. પણ ક્રિયા તો પરિણામ વગરેય આવે. સાધુપણાની કે દેશવિરતિની ક્રિયા માત્રથી સમ્યગ્દર્શન આવી જ ગયું છે અને સર્વવિરતિ કે દેશવિરતિનો પરિણામ આવી. જ ગયો છે એમ મનાય નહિ. અભવ્યો અને દુર્ભવ્યો પણ સાધુપણાની અને શ્રાવકપણાની ક્રિયા કરતા હોય, એવું બને. આ લોકના સુખ અગર પરલોકના સુખની અપેક્ષાએ દીક્ષા લેવાય અને પળાય એવુંય બને. દુન્યવી સુખ માટે દેશવિરતિનાં વ્રતાદિ લેવાય અને પળાય એવુંય બને. સમ્યક્ત્વની કરણી પણ આ લોકના ને પરલોકના સુખની અપેક્ષાએ કરાય એવુંય બને. ઘણી સારી ક્રિયાઓ દેખાદેખીથી અગર સારા દેખાવા માટે થાય છે. આપણે તો એ તપાસવું જોઇએ કે આપણે જે કાંઇ થોડીઘણી પણ ધર્મક્રિયા કરીએ છીએ, તે શા માટે કરીએ છીએ ? પરિણામને પેદા ક્રવાય ક્રિયા થાયઃ
આ બધી ધર્મક્રિયાઓ તો અમૃતવેલડી જેવી છે, પણ જીવના પરિણામનું જ ઠેકાણું હોય નહિ ત્યાં ક્રિયાઓ માત્રથી કેટલુંક નીપજે ? આ ક્રિયા કરનારે શરૂઆત ક્યાંથી કરવાની છે ? સંસારનું સુખ, એટલે કે સંસારના સુખનો રાગ એ બહુ ખરાબ ચીજ છે અને મારે એનાથી છૂટવું જોઇએ.” -એમ થવું જોઇએ. એટલું થાય અને એ માટે ક્રિયા થાય તો એ બહુ લેખે લાગે. પરિણામ વેષ માત્રથી અગર તો ક્યિા માત્રથી આવે છે એવું નથી.