________________
૯૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
મારે સહાયક બનાવી દેવું જોઇએ, પણ આમાં મારે મને ભૂલી જવો જોઇએ નહિ, એમ થાય છે? રોજ ધર્મ કરનારે તો પોતાના આત્માને આ ખાસ પૂછવું જોઇએ કે-તને આ સુખ લાગે છે કેવું ? મેળવવા જેવું કે છોડવા જેવું ? તને જોઇએ છે સંસારનું સુખ કે મુક્તિનું સુખ ? સંસારના સુખની જે જરૂર પડે છે તે નબળાઇ છે એમ લાગે છે ? આવું કાંઇ તમે વિચારો છો ખરા? આવું વિચારો તો શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ આવે. શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ એ અપૂર્વકરણને લાવનારો પરિણામ છે અને અપૂર્વ કરણ આવતાં ગ્રંથિ ભેદાય છે અને એ પછી આત્મામાં અનિવૃત્તિકરણ નામનો પરિણામ પેદા થાય છે, કે જે પરિણામ સમ્યક્ત્વને પ્રગટ કર્યા વિના રહેતો જ નથી. પછી એને શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની ઉપાસના સિવાયની કોઇ પણ ઉપાસના વાસ્તવિક રીતિએ. કરવા જેવી લાગતી નથી. ક્રિયા જુદી ને પરિણામ જુદોઃ
સ. સાધુપણું આવે તો સમ્યગ્દર્શન પ્રગટે? સાધુપણાથી ગ્રંથિભેદ થાય ? - સાચું સાધુપણું તો ગ્રંથિભેદાદિ થાય, સમ્યગ્દર્શન પ્રગટે અને સર્વવિરતિનો પરિણામ પણ પ્રગટે ત્યારે આવે છે. સર્વવિરતિને ખરેખર પામેલાએ તો ગ્રંથિભેદાદિ કરેલ જ હોય. આ ક્રિયા માત્રની વાત નથી. પરિણામની વાત છે. સર્વવિરતિની ક્રિયા કરાય એ જુદી ચીજ છે અને સર્વવિરતિનો પરિણામ આવે એ જુદી ચીજ છે. શુદ્ધ ક્રિયા અને પરિણામ એકસ્વરૂપ જ હોય એવું બનાવવું જોઇએ, પણ એવું વિરલ જીવોમાં બને છે; અને, જે ક્રિયા ચાલુ હોય, તેથી તદન ઊલટો પરિણામ અંદર વર્તતો હોય એવું ઘણું બને છે. એટલે, સર્વવિરતિની ક્રિયા હોય ને પરિણામ જુદો કે ઊલટો હોય એવું પણ બને. એમ દેશવિરતિની ક્રિયા એ જુદી ચીજ અને