________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
તેત્રીશ સાગરોપમનો દેવ થાય ત્યાંથી ક્ષયોપશમ સમકીત લઇને
મનુષ્ય થાય એ મનુષ્ય ભવમાં પાંચમું-છઠ્ઠું કે સાતમા ગુણસ્થાનકમાંથી કોઇ ગુણસ્થાનકના પરિણામને પામીને પાછો અનુત્તરમાં તેત્રીશ સાગરોપમ વાળો દેવ થાય. પાછો મનુષ્યમાં આવે તો આ રીતે છાસઠ સાગરોપમ કાળ થાય છે એટલા કાળમાં જો જીવ મોક્ષે ન જાય તો ફરીથી એક અંતર્મુહૂર્ત ત્રીજા ગુણસ્થાનકના પરિણામને પામીને ક્ષયોપશમ સમકીત પામી છાસઠ સાગરોપમ સુધી ટકાવી શકે જો ત્યાં સુધીમાં પણ મોક્ષે ન જાય તો એ કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વને પામે છે. તેત્રીશ સાગરોપમનો દેવ ન થાય તો બાવીશ-બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ ભવો ત્રણવાર કરે વચમાં મનુષ્યભવ પામે મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામને અવશ્ય પામી શકે છે. એમ પણ બની શકે છે. આથી ચોથા ગુણસ્થાકનો કાળ તેત્રીશ સાગરોપમ હોય અને ક્ષયોપશમ સમકીતનો કાળ છાસઠ સાગરોપમ હોય છે એમ કહેલું છે. શુદ્વ યથાપ્રવૃત્તિ કરણ ક્યારે આવે ?
८८
સમ્યગ્દર્શન, એ આમ તો આત્માના તથાવિધ પરિણામસ્વરૂપ છે, પણ એનાથી નીપજતી અસરની અપેક્ષાએ એમ કહી શકાય કે-સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત એવા જે પદાર્થો છે, તેનું જેવું સ્વરૂપ શ્રી જિને કહ્યું છે, તેવું સ્વરૂપ જીવને રૂચવું તે ! એ સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક, તેમાં, અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પામવાની દ્રષ્ટિએ પહેલું ઔપશમિક સમ્યક્ત્વ ગણાય છે. અમુક મતે ક્ષાયોપસમિક સમ્યક્ત્વ પણ ગણાય છે. પણ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વને પામ્યા વિના જીવ ક્ષાયિક સમ્યક્ત્વને પામી શકતો નથી. આપણી વાત તો એ છે કે-સમ્યગ્દર્શન પામવા માટે પહેલું શું જોઇએ ? શુદ્ધ