________________
૮૬
ચૌદ ગુણસ્થાનક માગ-૨
ન હોય તો એ જીવ કર્મગ્રંથ મતના અભિપ્રાય મુજબ શુધ્ધ યથાપ્રવૃત્તકરણ-અપૂર્વકરણ-ગ્રંથીભેદ-અનિવૃત્તિકરણના અધ્યવસાયને પામીને અંતઃકરણને કરીને એ જીવ ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરી શકે છે પણ આ ઉપશમ સમકીતને પામેલો જીવ ઉપશમ સમકીતના કાળમાં ત્રણપુંજ કરતો જ નથી એટલે સમ્યક્ત્વ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વ મોહનીયની સત્તાવાળો બનતો નથી પણ અવશ્ય એક મિથ્યાત્વ મોહનીયની સત્તાવાળો જ રહે છે. આથી જ્યારે અંતઃકરણનો કાળ પૂર્ણ થાય અથવા ઉપશમ સમકીતનો કાળ પૂર્ણ થાય ત્યારે જીવની મિથ્યાત્વ મોહનીયનો ઉદય થતાં જ જીવ બીજા સાસ્વાદન ગુણસ્થાનકને પામ્યા સિવાય સીધો મિથ્યાત્વ એટલે પહેલા ગુણસ્થાનકને પામે છે. બીજું સાસ્વાદન ગુણસ્થાનક તેજ પામી શકે કે જે જીવોને દર્શન મોહનીયની ત્રણેય પ્રકૃતિઓ અવશ્ય સત્તામાં હોય. ત્રીજા ગુણસ્થાનકને પામેલો જીવ એટલે મિશ્ર મોહનીયના ઉદયવાળો જીવ જો એને મિથ્યાત્વ મોહનીયનો ઢાળ વધારે હોય તો ત્યાંથી એટલે ત્રીજાથી પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે અને જો સમ્યક્ત્વ મોહનીય તરફ ઢાળ વધારે હોય તો એ જીવ ત્રીજા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકને પામે છે એટલે ક્ષયોપશમ સમકીતને પામે છે. ક્ષયોપશમ સમકીતના કાળમાં જીવોને સમ્યક્ત્વ મોહનીયનો રસોય-વિપાકોદય રૂપે ઉદય કાળ હોય છે અને મિશ્રમોહનીય' અને મિથ્યાત્વ મોહનીયના મોટા ભાગના પુદ્ગલોનો ઉપશમ હોય છે અને થોડા ઘણાં પુદ્ગલો આત્મામાં તેની સ્થિતિ પૂર્ણ થતાં ઉદયમાં આવે તો તે સમ્યક્ત્વ મોહનીય જેવા થઇને એટલે શુધ્ધ મોહનીય રૂપે થઇને ઉદયમાં આવે છે તે પ્રદેશોદય કહેવાય છે તથા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચાર કષાયો પણ પોતાના સ્વરૂપે ઉદયમાં ન આવતાં અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા-લોભ રૂપે થઇને ઉદયમાં આવે છે એ પ્રદેશોદય