________________
ચૌદ ગુણસ્થાનક મામ-૨
(ઠાણીયા) રસવાળા કહેવાય છે. જે સમ્યક્ત્વ મોહનીયના નામવાળા આ પુદ્ગલો ઓળખાય છે કે જેના ઉદયકાળમાં જીવને સમકીતની શ્રધ્ધા અર્થાત્ હેય પદાર્થમાં હેયની-ઉપાદેય પદાર્થમાં ઉપાદેયની અને જ્ઞેય પદાર્થમાં જ્ઞેય રૂપેની યથાર્થ શ્રધ્ધા પેદા કરાવે છે. એ શ્રધ્ધાને નિર્મળ કરી ટકાવી રાખે છે. બીજા વિભાગમાં અર્ધશુધ્ધ પુદ્ગલો બનાવે છે કે જે પુદ્ગલો થોડા શુધ્ધ રૂપે અને થોડા અશુધ્ધ રૂપે બનાવે છે એટલે શુધ્ધા શુધ્ધ રૂપે કરે છે કે જેના ઉદયકાળમાં જીવોને એક અંતર્મુહૂર્ત સુધી જિનેશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા તત્વો પ્રત્યે રાગ પણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. આ પુદ્ગલોનો જીવને એક અંતર્મુહૂર્તનો જ ઉદય હોય છે. આ પુદ્ગલોને મિશ્ર મોહનીયના પુદ્ગલો કહેવાય છે. ત્રીજા વિભાગ રૂપે એવાને એવા અશુધ્ધ રૂપે પુદ્ગલોને રાખે છે એ પુદ્ગલો મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો કહેવાય છે. મિશ્ર મોહનીયના પુદ્ગલો ત્રણ સ્થાનીક (ઠાણીયા) રસવાળા હોય છે. અને મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો ચાર સ્થાનીક (ઠાણીયા) રસવાળા હોય છે. આ ક્રિયા અંતઃકરણના પહેલા સમયથી શરૂ થઇ સમયે સમયે ચાલુ રહે છે. એટલે મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલો મિશ્રમોહનીય રૂપે અને સમ્યક્ત્વ મોહનીય રૂપે કરે છે. મિશ્ર મોહનીયના પુદ્ગલો સમ્યક્ત્વ મોહનીય રૂપે કરે છે. હવે જ્યારે અંતઃકરણનો એટલે ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂર્તનો જીવનો પુરો થયે જો જીવને શુધ્ધપુંજનો ઉદય થાય એટલે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય થાય તો એ જીવ ચોથા ને ચોથા ગુણસ્થાનકે રહેલો કહેવાય છે અને તે જીવને ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ થઇ એમ કહેવાય છે. એ રીતે જો જીવને મિશ્રમોહનીયનો ઉદય થાય એટલે અંતઃકરણનો કાળ પૂર્ણ થયે મિશ્ર મોહનીયનો ઉદય થાય તો એ જીવ ત્રીજા મિશ્ર ગુણસ્થાનક ને પામ્યો એમ કહેવાય છે. અને જે જીવોને અંતઃકરણનો કાળ પૂર્ણ થયે મિથ્યાત્વ
૮૪