________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૨
૮૩
સ્થિતિમાં પુદ્ગલો લાવી લાવીને ભોગવતાં જ્યારે પહેલી સ્થિતિ એટલે અનિવૃત્તિકરણ કાળની એક આવલિકા કાળ બાકી રહે ત્યારે વચલી બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલો પહેલી સ્થિતિમાં આવતા હતા તે સંપૂર્ણ ખાલી થઇ જાય છે એટલે પહેલી સ્થિતિમાં આવવા લાયક એકેય પુદ્ગલ રહ્યું નથી. આથી વચલી (બીજી) સ્થિતિ મિથ્યાત્વના પુદ્ગલો રહીતવાળી થઇ. આ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કાળની હોવાથી એટલા કાળની સ્થિતિ મિથ્યાત્વ પુદ્ગલ રહીત બની. આ સ્થિતિ ને અંતઃકરણ સ્થિતિ કહેવાય છે. હવે પહેલી સ્થિતિમાં રહેલો જીવ એક આવલિકા કાળને પોતાના ઉદયમાં રહેલા મિથ્યાત્વના પુદ્ગલોને સમયે સમયે ઉદયમાં લાવી-ભોગવીને પહેલી સ્થિતિનો કાળ પૂર્ણ કરે છે. આ પહેલી સ્થિતિના છેલ્લા સમય સુધી જીવને મિથ્યાત્વનો ઉદય અવશ્ય રહેલો હોય છે. જ્યારે પહેલી સ્થિતિ ભોગવીને પૂર્ણ કરે કે તરત જ એ જીવ બીજી સ્થિતિના પહેલા સમયમાં પ્રવેશ કરે છે. એટલે કે અંતઃકરણ નામના અધ્યવસાયને પામે છે. આસમયમાં પ્રવેશ કરે એટલે જીવ મિથ્યાત્વગુણસ્થાનક નાશ થતાં ચોથા ગુણસ્થાનકને પામે છે અને ઉપશમ સમકીતની પ્રાપ્તિ કરે છે. આ ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. વચલી બીજી સ્થિતિનો કાળ પણ એટલો જ હોય છે. આ ઉપશમ સમકીતની પ્રાપ્તિમાં જીવને મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધિ ચાર કષાય
આ પાંચ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ હોય છે. આ અંતઃકરણના પહેલા સમયમાં જીવ પ્રવેશ કરે એટલે ઉપશમ સમકીતની પ્રાપ્તિના પહેલા સમયે જીવ સત્તામાં રહેલા ત્રીજી સ્થિતિના મિથ્યાત્વના પુદ્ગલો જે છે તેના ત્રણ વિભાગ કરે છે. પહેલો વિભાગ એ મિથ્યાત્વના પુદ્ગલોને શુધ્ધરૂપે એટલે મિથ્યાત્વ મોહનીયના વિપાકોદય રૂપે રહેલા અને પ્રદેશો રૂપે રહેલા રસ વગરના કરે છે એટલે શુધ્ધ કહેવાય છે. આ શુધ્ધ થયેલા પુદ્ગલો બે સ્થાનીક